શું રૂપાણી સરકાર કોરોના સંક્રમણ અને એનાથી થતા મૃત્યુના સાચા આંકડા છુપાવી રહી છે ?

કેન્દ્ર સરકાર દ્વારા એવા રાજ્યોનું લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે કે જેમાં કોરોના સંક્રમણ ખુબજ ઝડપથી પ્રસરી રહ્યું છે.આ લિસ્ટમાં સૌથી ઉપરના ક્રમમાં મહારાષ્ટ્ર છે અને 10 ક્રમમાં ઉપર ગુજરાત છે.

ગુજરાતમાં શહેરી વિસ્તાર કરતા ગ્રામીણ વિસ્તારોમાં કોરોના સંક્રમણ વધતા કોરોનાથી થતા મૃત્યુમાં ખુબજ ભયજનક ઉછાળો આવ્યો છે.ત્યારે પ્રશ્નએ ઉભો થઇ રહ્યો છે કે રૂપાણી સરકાર કોરોનાના સાચા કેમ આંકડા છુપાવી રહી છે.

કોંગ્રેસ દ્વારા એવા આક્ષેપો કરવામાં આવ્યા છે કે ગુજરાત સરકાર કોરોના સંક્રમણના સાચા આંકડા જાહેર નથી કરી રહી.અને સાથે સાથે કોંગ્રેસે એ પણ કહ્યું કે કોરોનાથી થતા મૃત્યુના ખોટા આંકડા સરકાર બતાવી રહી છે.

કોંગ્રેસે કહ્યું કે સોમવારે કોરોનાથી 78 મૃત્યુ થયાની માહિતી સરકાર દ્વારા બહાર પાડવામાં આવી હતી.ત્યારે એક મીડિયા રિપોર્ટ અનુસાર કોરોનાની ગાઈડલાઈનને ફોલો કરતા 687 ડેડ બોડિનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો.

સરકારના અહેવાલો અનુસાર દર્દીનું મૃત્યુ જો એકલા કોરોનાથી થયું હોય તો જ તેને કોરોનાથી મૃત્યુ થયાનું ગણવામાં આવે છે.જો દર્દીને કોઈ અન્ય બીમારી હોય અને દર્દીનું મુત્યુ થાય તો તેનું કોરોનાથી મૃત્યુ થયાનું ગણવામાં આવતું નથી.

જેના કારણે હાલની દેખાતી પરિસ્થિતિ અને સરકારના આંકડાઓમાં ખુબજ મોટો તફાવત જોવા મળી રહ્યો છે.મીડિયા રિપોર્ટ અનુસાર ગુજરાતની મહાનગરપાલિકાઓની પરિસ્થિતિ ખુબજ ભયાનક છે.

error: Content is protected !!