શરીરના મુખ્ય અંગ એવા હાડકાને મજબૂત કરવા આટલું કરી લો, પછી જીવનભર કોઈ દિવસ હાડકાની બૂમ નઈ આવે..
આપણા શરીરમાં કેટલાય અંગો આવે લા છે અને તે સમય જતા અને ઉંમરની સાથે કેટલીક વાર નબળા પડતા હોય છે. તેને નબળા નઈ પડવા દેવા અને મજબૂત બનાવી રાખવાની માટે આપણા આયુર્વેદમાં એવા કેટલાય ઉપાયો દર્શાવવામાં આવે છે અને જે ૧૦૦ % અસરકારક પણ નીવડે છે.
આપણા શરીરના મુખ્ય અંગ જેને સ્ત્રોતસ કહેવાય છે જેને આપણે હાડકા કહીએ છીએ અને તે શરીરમાં મૂખ્ય અવયવ છે. આપણી ઉંમર દિવસે અને દિવસે વધે છે જેથી આપણા શરીરમાં કેલ્શિયમની જરૂર પડે છે
પરિણામે આપણે દવા કે ગોરીનો સહારો લઈએ છીએ. પણ કેલ્શિયમએ આપણા ભોજનમાં જ હોય છે અને તેની માટે આપણે જાણીએ કે તેવો કયો ખોરાક ખાવો જોઈએ જેથી કેલ્શિયમની ઉણપ પુરી થાય અને હાડકા મજબૂત થાય.
તમારે ભોજનની સાથે સર્વપ્રથમ તમારે દહીં ખાવાનું છે, કેમ કે દહીંમાં વધુ પ્રમાણમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, બીટામીન B ૧૨, વિટામિન B ૨ તેમાંથી આસાનીથી મળી જાય છે.
આ દહીં સવારના સમયે આપણા શરીરમાં ભાખરી કે રોટલી સાથે જાય તેવું કરવું જોઈએ. બીજી વસ્તુ દૂધ છે દૂધને આપણે સંપૂર્ણ ખોરાક ગણીએ છીએ તેમાં પણ વધુ પ્રમાણમાં કેલ્શિયમ વધુ માત્રામાં હોય છે.
તેની સાથે સાથે એવી ત્રીજી ચીજ છે પાલકની ભાજી જેમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે જેથી આપણું આયુર્વેદ પણ પાલકની ભાજી, પાલકનો સૂપ પીવાની સલાહ આપે છે જેથી હાડકા મજબૂત બને છે.
જેમાં આયુર્વેદ ખાસ પ્રકરણ ફળો ખાવાની પણ સલાહ આપે છે જેમાં ખાસ કરીને નારિયેળ જેમાં પુષ્કળ પ્રકારમાં કેલ્શિયમ મળે છે, ફળમાં કેરી પણ ખાઈ શકાય છે. ખજૂર અને ખજૂરનું દૂધ પીવાથી પણ ભરપૂર માત્રામાં કેલ્શિયમ મળે છે જે હાડકાને મજબૂત કરવાની માટે ઘણું મદદરૂપ નીવડે છે.
નોંધ : અમારી વેબસાઈટ પર આપેલ નુસખા ટિપ્સ, આયુર્વેદ ટિપ્સ, અથવા તો નેચરલ પધ્ધતિઓ, ફિટનેસ ઉપાયો અથવા તો કસરત વગેરે બાબતો દરેક માણસ ના શરીરની પ્રકૃતિ અનુસાર કામ કરતા હોઈ છે. કોઈ એક માણસ ને થયેલ ફાયદો અથવા તો નુકસાન બધાને થાઈ એવું માનવું નહિ, તમારે સૌથી પહેલા તમારા ડૉક્ટરને મળીને અથવા તો તેમની સલાહ લઈને કોઈ પણ પ્રયોગ અપનાવવો, મોટા ભાગના દરેક પ્રયોગો નિર્દોષ હોઈ છે, પણ દરેકની પ્રકૃતિ અલગ હોય છે એટલા માટે તકલીફ પડી શકે છે. તેનું ખાસ ધ્યાન રાખવું.