બીરબલ જેવી બુદ્ધિ અને ઘોડા જેવું શરીર જોઈતું હોય તો, આ બારેમાસ મળતું ફળ ખાઈ લો…
શરીરને નિરોગી બનાવવા માટે એવા કેટલાય પ્રયત્નો કરીએ છીએ. આપણી આજુબાજુએ એવા કેટલાક ફળો રહેલા છે જેને ખાવાથી પણ બુદ્ધિ અને શક્તિમાં વધારો થાય છે. હાલમાં બાળકો ફાસ્ટફૂડનું વધુ સેવન કરતા હોય છે.
જેમાં જરૂરિયાત પ્રમાણે વિટામિન્સ અને મિનરલ્સ નથી હોતા અને તેથી જ બાળકો થોડા મંદબુદ્ધિ અને શારીરિક રીતે અશક્ત જ રહે છે. તેની માટે આ એક ફળ જેનું નામ છે અંજીર તેનું રોજે રોજ સેવન કરવું જોઈએ.
તો એક એવું ફળ છે જેને ખાવાથી બાળકોની આંખોની દૃષ્ટિ કમજોર નઈ થવા દે, અંજીરની અંદર વિટામિન એ, કેલ્શિયમ અને લોહતત્વ ભરપૂર માત્રામાં રહેલા છે. જેથી તમારે તમારા બાળકોને સવારે બે અંજીર ખવડાવી દેવાના અને પછી જોજો તેના ચમત્કારી ફાયદાઓ થશે.
બાળકોમાં આ અંજીર ખવડાવવાથી તેની બુદ્ધિનો વિકાસ થાય છે. મોટા વ્યક્તિઓએ પણ આમ રોજે રોજ અંજીર ખાવું જોઈએ. જેથી પેટ સંબધિત સમસ્યાઓ પણ મૂળમાંથી નિકરી જાય છે.
જે વ્યક્તિનું પેટ સાફ હશે તો શરીર નિરોગી રહેશે. વ્યક્તિઓએ રાત્રે બે અંજીર પલાળીને મૂકી દેવાના છે અને તેને સવારે પહેલા પાણી પી જવાનું છે અને બે અંજીર ખાઈ જવાના છે આ ઉપાય તમારે સતત એકાદ મહિના સુધી કરવાનો છે જેથી તમને તેનો મોટો ફાયદો થશે.
નોંધ : અમારી વેબસાઈટ પર આપેલ નુસખા ટિપ્સ, આયુર્વેદ ટિપ્સ, અથવા તો નેચરલ પધ્ધતિઓ, ફિટનેસ ઉપાયો અથવા તો કસરત વગેરે બાબતો દરેક માણસ ના શરીરની પ્રકૃતિ અનુસાર કામ કરતા હોઈ છે. કોઈ એક માણસ ને થયેલ ફાયદો અથવા તો નુકસાન બધાને થાઈ એવું માનવું નહિ, તમારે સૌથી પહેલા તમારા ડૉક્ટરને મળીને અથવા તો તેમની સલાહ લઈને કોઈ પણ પ્રયોગ અપનાવવો, મોટા ભાગના દરેક પ્રયોગો નિર્દોષ હોઈ છે, પણ દરેકની પ્રકૃતિ અલગ હોય છે એટલા માટે તકલીફ પડી શકે છે. તેનું ખાસ ધ્યાન રાખવું.