શરદી, ઉધરસ, કફને ભગાડવામાં આ ઉપાય રામબાણ નીવડશે…

હાલની મહામારીના સમયમાં કેટલાય લોકોને શરદી, ઉધરસ અને કફ થઇ જતો હોય છે. વાતાવરણ બદલાવવાથી પણ આવી તકલીફ થતી હોય છે. હાલના સમયમાં આપણે એવા કેટલા ઘરેલુ ઉપાય કરીએ છીએ, આ શરદી, કફને દૂર કરવા માટે. આજે આપણે જાણીએ તેવો જ એક ઉપાય જેને કરવાથી કફ, ઉધરસ અને શરદી ભાગી જશે અને ફરી આવવાનું નામ પણ નઈ લે.

આ ઉપાય કરવા માટે તમારે ૫ કાળા મરી, ૩ લવિંગ લેવાના છે. આ બંનેને તવીમાં શેકી દેવાના છે, આ બંનેને શેક્યા પછી બરાબર ખલમાં ખાંડી દેવાના છે. ત્યારબાદ બે ચમચી જેટલો આદુનો રસ લેવાનો છે, બે ચમચી જેટલું મધ લેવાનું છે.

અડધી ચમચી જેટલું હળદળ અને સિંધવ મીઠું લેવાનું છે. સૌથી પહેલા એક નાની વાટકીમાં બે ચમચી મધ, બે ચમચી આદુનો રસ, સિંધવ મીઠું, હળદળ અને તેમાં વાટેલા મરી અને લવિંગ નાખીને બરાબર મિક્સ કરી દેવાના છે.

આ ઉપાયને બપોરે, અને સાંજે સૂતી પહેલા આ ઉપાયને કરવાનો છે. આ ઉપાય ત્રણ થી ચાર દિવસ સુધી કરવાથી ગમે તેવી શરદી, ઉધરસ અને કફને બરાબર ખખડાવીને બહાર કાઢી નાખશે.

તમને સૂકી ઉધરસ, અથવા ઉધરસ ખાતી વખતે કફ ખખડે છે તે બધા કફને અંદર જઈને કફને બહાર કાઢી નાખશે. જો તમને વધુ તકલીફ જણાય અથવા ડોક્ટરની સલાહ લઈને આ ઉપાય કરવો જોઈએ.

નોંધ : અમારી વેબસાઈટ પર આપેલ નુસખા ટિપ્સ, આયુર્વેદ ટિપ્સ, અથવા તો નેચરલ પધ્ધતિઓ, ફિટનેસ ઉપાયો અથવા તો કસરત વગેરે બાબતો દરેક માણસ ના શરીરની પ્રકૃતિ અનુસાર કામ કરતા હોઈ છે. કોઈ એક માણસ ને થયેલ ફાયદો અથવા તો નુકસાન બધાને થાઈ એવું માનવું નહિ, તમારે સૌથી પહેલા તમારા ડૉક્ટરને મળીને અથવા તો તેમની સલાહ લઈને કોઈ પણ પ્રયોગ અપનાવવો, મોટા ભાગના દરેક પ્રયોગો નિર્દોષ હોઈ છે, પણ દરેકની પ્રકૃતિ અલગ હોય છે એટલા માટે તકલીફ પડી શકે છે. તેનું ખાસ ધ્યાન રાખવું.

error: Content is protected !!