શરદી ઉધરસને કારણે જામી ગયેલા નાકને આ ઘરેલુ ઉપાય કરીને ખાલી ૧૦ મિનિટમાં ખોલી શકાશે…

હાલની આ કોરોનાની મહામારી અને વાતાવરણને બદલાવવાથી દરેક વ્યક્તિઓને શરદી અને ઉધરસની સમસ્યાઓ થતી જ હોય છે અને પછી કફ પણ થઇ જતો હોય છે. આ કફ કેટલાક લોકોને નીકળી જતો હોય છે,

અને કેટલાક લોકોને બહુ જ મોટી તકલીફો પડે છે. જેથી આ કફ એવો જામી જતો હોય છે કે જેથી નાક પણ બંધ થઇ જતા હોય છે. આવી રીતે જામેલો કફ ચુટકીમાં બહાર કાઢી નાખશે આ ઘરેલુ ઉપાય.

આપણને શરદીના કારણે જ નાક બંધ થઇ જતા હોય છે, જેનાથી શ્વાસ લેવામાં પણ સામાન્ય તકલીફ જેવું લાગે છે. ક્યારેક તો આ સમસ્યા અઠવાડિયા સુધી પણ જામી જતી હોય છે. સૌથી પહેલા તો તમારા બંધ નાકને ખોલવા માટે સૌથી પહેલા વરાળિયો નાસ લેવો જોઈએ.

જેમાં પાણી ગરમ કરીને તેમાં બામ નાખીને તેનો સ્ટીમ લેવો જોઈએ. બીજો ઉપાય એ છે કે, નારિયેળના તેલને વડે નાકના સરણામાં છેક સુધી લગાડવું, અથવા તો તેના ટીપા નાખવા જેથી થોડા જ સમયમાં તમને રાહત થઇ જશે.

જે વખતે તમારા નાક બંધ હોય તેવામાં ડુંગળી ખાવાથી પણ તમને રાહત મળી રહે છે. જો તમે ડુંગળીના રસને કપડાં ઉપર નાખીને સૂંઘવાથી પણ બંધ નાક ખુલી શકે છે. આવા સમયે કોઈપણ શાકભાજીના કે ટામેટાનું સૂપ પીવાથી તમને ગણી મોટી રાહત રહેશે. ડોક્ટરની સલાહ લઈને કાળજીપૂર્વક આ ઉપાયો કરવા જોઈએ.

નોંધ : અમારી વેબસાઈટ પર આપેલ નુસખા ટિપ્સ, આયુર્વેદ ટિપ્સ, અથવા તો નેચરલ પધ્ધતિઓ, ફિટનેસ ઉપાયો અથવા તો કસરત વગેરે બાબતો દરેક માણસ ના શરીરની પ્રકૃતિ અનુસાર કામ કરતા હોઈ છે. કોઈ એક માણસ ને થયેલ ફાયદો અથવા તો નુકસાન બધાને થાઈ એવું માનવું નહિ, તમારે સૌથી પહેલા તમારા ડૉક્ટરને મળીને અથવા તો તેમની સલાહ લઈને કોઈ પણ પ્રયોગ અપનાવવો, મોટા ભાગના દરેક પ્રયોગો નિર્દોષ હોઈ છે, પણ દરેકની પ્રકૃતિ અલગ હોય છે એટલા માટે તકલીફ પડી શકે છે. તેનું ખાસ ધ્યાન રાખવું.

error: Content is protected !!