સોનુ સુદ લોકો માટે ભગવાન બની ગયા છે, પોતાના એક ફેનના પિતાને કેન્સર હતું, સોનુ સૂદે મદદ કરી આ રીતે તેમની આખી જિંદગી બદલી નાખી.જાણો હકીકત
અભિનેતા સોનુ સૂદ ઘણા લોકોના જીવનનો સહારો બની ગયા છે. તેઓ જરૂરિયાત મંદ લોકોને મદદ કરીને તમામ લોકોના દિલ જીતી લીધા છે. અભિનેતા છેલ્લા ઘણા મહિનાઓથી આ કામમાં રોકાયેલા છે.
સોશિયલ મીડિયા દ્વારા, તેઓ તેમના પ્રશંસકોની ઇચ્છાઓ પણ સાંભળે છે અને પછી તેમને મદદ પણ કરે છે, તેઓ કોઈ ગરીબ વિદ્યાર્થીની સ્કૂલ ફી જમા કરે છે,અમુક બાળકને પુસ્તક આપે છે.
અભિનેતાને કારણે એક વ્યક્તિનું જીવન બચી ગયું છે. સોશ્યલ મીડિયા પર સોનુ સૂદના ચાહકે જણાવ્યું હતું કે તેના પિતાને કેન્સર હતું. તેઓ લખે છે,સર મારા પિતા 10 મહિનાથી ઓરલ કેન્સર સામે લડત લડી રહ્યા હતા.
પણ આજે મેં મારા પિતાને હસતા જોયા. આ ફક્ત અને ફક્ત તમારા કારણે પોસિબલ બન્યું છે. મારા પિતાની સારવાર શરૂ થવા જઇ રહી છે. હંમેશાં તમારા પર અમારા હાથ રાખો. ફેનના આ સંદેશથી સોનુ સૂદ ખૂબ જ ખુશ છે કે તેમના ચાહકના પિતા હવે સાજા થઈ જશે.
સોનુ સૂદની આ મદદ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. તેના કારણે અન્ય વ્યક્તિનું જીવન બદલાઈ ગયું છે, દરેક લોકો આ અભિનેતાની પ્રશંસા કરી રહ્યા છે.
અગાઉ સોનુએ ચાર મહિનાની બાળકીને પણ જીવનદાન આપ્યું હતું. તેણે તે છોકરી માટે હૃદયની સફળ સર્જરી કરાવી હતી.ખરેખર સોનુ સુદ લોકો માટે ભગવાન બની ગયા છે.