સંતોષભાઈ જુવાર નહિ પણ તેના પોંક વેચીને એકર દીઠ લાખો રૂપિયા કમાણી કરીને બીજા ખેડૂતોને આ ખેતી કરવા પ્રેરિત કરી રહ્યા છે.

ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે તેથી જ દેશમાં જુદા જુદા પ્રકારની ખેતીની પદ્ધતિઓ જોવા મળે છે. આજે બધા જ ખેડૂતો પોતાની બુદ્ધિ વાપરીને એવી ખેતી કરે છે તેમાંથી વર્ષે લાખો રૂપિયાની તેઓ આવક પણ કરતા હોય છે.

આજે આપણે એવા જ બે ગામના ખેડૂતો વિષે જાણીએ જેઓએ આ ખેતી કરીને સારી એવી આવક કરી રહ્યા છે.ઔરંગાબાદ જિલ્લાના ગંગાપુરના બે ગામો નરસાપુર અને સારંગપુર છે જ્યાં જુવારના ડૂંડાની લણણી થાય છે.

ખાસ કરીને આ ખેતી નવેમ્બરથી જાન્યુઆરી મહિના વચ્ચે આ પાક જોવા મળે છે. જુવારના પાકની ખેતી કવીન્ટલના ૪ હજાર રૂપિયા સુધી ભાવ મળે છે અને ખેડૂતો તેની પોંક બનાવે છે તેની કિંમત ૧૨૦ રૂપિયા કિલોની હોય છે.

ગામમાં છેલ્લા ઘણા વર્ષોથી આ પ્રકારની ખેતી જોવા મળે છે અને અહીંયા ખેતી કરતા ખેડૂત સંતોષ ગાવંડેએ કપાસની ખેતી સાથે હુરડાની ખેતી ચાલુ કરી હતી અને તેઓ એકરના લાખો રૂપિયાની કમાણી પણ કરે છે.પોંક એ રોકડિયો પાક છે અને તે બજાર કિંમતના આધારે નક્કી થતો હોય છે અને તેઓ લાખો રૂપિયાની આવા કરે છે.

સંતોષભાઈ પણ સારી એવી આવક કરીને બીજા ખેડૂતોને આ ખેતી તરફ પ્રેરિત કરી રહ્યા છે. આ ખેતીમાં ખર્ચો કાઢ્યા પછી પણ એકર દીઠ ૭૦ હજાર રૂપિયા બચી જાય છે અને આસપાસના ગામો પણ આ ખેતી બાજુએ વળી ગયા છે અને લાખો રૂપિયાની ખેતી કરે છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

error: Content is protected !!