ઓક્સિજન વગર તડપી રહેલા લોકોનો જીવ બચાવવા આ ડ્રાઈવરે ૧૧૮૦ કિલોમીટર ખાધા-પીધા વગર ઓક્સિજનની ટેન્ક હોસ્પિટલમાં પહોંચાડી..
હાલમાં દેશભરમાં કોરોનાએ કહેર મચાવી દીધી છે તેની વચ્ચે આજે હોસ્પિટલો પણ ઉભરાઈ રહી છે અને તેનાથી લોકોને મોટી તકલીફો પડી રહી છે.લોકોને હોસ્પિટલોમાં બેડ નથી મળી રહ્યા,તો કેટલીક હોસ્પિટલોમાં ઓક્સિજનની અછત સર્જાઈ રહી છે.તેની વચ્ચે ઓક્સિજન સપ્લાયર્સ ૨૪ કલાકની માટે લોકોની મદદે આવી ગયા છે.
તેની વચ્ચે એક ઓક્સિજનની ટ્રકનો ડ્રાઈવર હીરો બન્યો છે.આ કિસ્સો ઓડિસા થી સાગરની બી એમ સી હોસ્પિટલ સુધી ૧૧૮૦ કિલોમીટરની સફળમાં ૨૫ જેટલા ટોલનાકા અને ૨૪ કલાકનું સતત ટેન્કર ચલાવીને તેને આ ઓક્સિજનની ટેન્કર પહોંચાડી દીધી છે.
આ સાચા હીરોએ રસ્તામાં કઈ પણ ખાધ્યું નથી અને સતત ટેન્કરને ચલાવીને ક્યાંય પણ ઉભા રહ્યા વગર આ ૧૧૮૦ કિલોમીટર સુધીની સફળ પુરી કરી છે અને સાચા હીરો તરીકેનું કામ કર્યું છે.
આ ટ્રક ડ્રાઈવરનું નામ વીરસીંગ છે અને તેમને જયારે લોકોના જીવ બચાવવા માટે તાત્કાલિક આ હોસ્પિટલને ઓક્સિજન જોઈએ છે તેવું કહેવામાં આવ્યું હતું અને તેથી કરીને આ વીરસીંગ કોઈ પણ જગ્યાએ
રોકાયા વગર આ લીકવીડ ઓક્સિજન સાગરની હોસ્પિટલમાં પહોંચાડીને હજારો લોકોની જિંદગી બચાવી છે,સરકાર કોઈ રિસ્ક લેવા નહતી માંગતી જેથી આ ઓક્સિજન ટેન્કરની આગળ-પાછળ પોલીસની ગાડીઓ પણ મોકલવામાં આવી હતી.
ડ્રાઈવર વીરસીંગને જયારે પૂછવામાં આવ્યું તો તેઓએ એવું કહ્યું હતું કે,રાઉરકેલાથી આ ટેન્કર લઈને હું આવ્યો છું અને મેં ૧૧૮૦ કિલોમીટર,૨૫ જેટલા ટોલનાકાઓ અને ૨૪ કલાકનો સફળ ક્યાંય પણ રોકાયા વગર અને કઈ પણ જમ્યા નથી
અને આ હોસ્પિટલને ઓક્સિજનની જરૂર હોવાથી મેં સતત ટ્રક ચલાવીને અહીંયા ઓક્સિજન પહોંચાડ્યો છે.મને ઊંઘ પણ આવી રહી હતી પણ ક્યાંય રોકાયા વગર આ ટેન્કને અહીંયા પહોંચાડી છે. હાલમાં વીરસીંગએ કોરોના કાળના સાચા હીરો બની ગયા.