સલામ છે આ ડોક્ટરને કે જેને કોરોના દર્દીઓની સેવા કરવા માટે પોતાના લગ્ન જ તોડી નાખ્યા.

દેશમાં એક તરફ કોરોનાથી હાહાકાર મચી ગયો છે. ત્યારે દેશમાં એકબાજુ એવા પણ લોકો છે. જે કોરોના દર્દીને માટે પોતાનું બધું ગુમાવી દે છે. આવી જ એક ઘટના નાગપુરથી સામે આવી રહી છે. જ્યાં એક ડોક્ટરે કોરોના દર્દીઓની સેવા કરવા માટે પોતાના લગ્ન જ તોડી નાખ્યા. આ ડોક્ટરનું નામ અપૂર્વા મંગલગિરી છે. તેમના લગ્ન 24 એપ્રિલના દિવસે થવાના હતા.

માર્ચ અને એપ્રિલમાં ભારતમાં કોરોનના કારણે લોકોની હાલત ખુબજ ખરાબ હતી તે માટે ડોક્ટર અપૂર્વાએ તેમની સાસરીવાળાને કહ્યું કે અત્યારે દર્દીઓને મારી ખુબજ જરૂર છે.

તેથી આપણે લગ્ન થોડા આગળ કરી દઈએ પણ સાસરીવાળા નહિ માન્યા અને પછી ડોક્ટરે લગ્ન કરવાની જ ના પડી દીધી. કારણ કે કોરોનાના કારણે લોકો મરી રહ્યા છે. લગ્ન તો પછી પણ થઇ જશે પણ અત્યારે લોકોને મારી ખુબજ જરૂર છે.

ડોકટરે કહ્યું કે અત્યારે લોકોની સેવા કરવીએ મારો સૌથી મોટો ધર્મ છે. મને નથી ખબર કે લગ્ન તોડવાનો મારો નિર્ણય સાચો છે કે ખોટો,મને કાલે ઉઠીને ખોટો પણ લાગી શકે છે. પણ આજે મને આ નિર્ણય સાચો લાગ્યો એટલે મેં લગ્ન ન કરવાનો નિર્ણય લીધો.

લગ્ન માટે તો આખી જિંદગી પડી છે. હું અત્યારે મારો બધો સમય લોકોની જિંદગી બચાવવા માટે આપવા માંગુ છુ. લગ્ન તોડવાનો નિર્ણય મારા ખુબજ અઘરો હતો. હોઈ શકે છે કે ભવિષ્યમાં મારો આ નિર્ણય ખોટો પણ પડી શકે છે. પણ હાલની પરિસ્થિતિ જોઈને મેં આ કઠણ નિર્ણય લીધો.

error: Content is protected !!