આ ઉપાય તમારા સાંધાના અને પગના દુખાવાને ચુટકીમાં દૂર કરી દેશે…
આપણા જીવનમાં ભગવાને આપેલા શરીરમાં કેટલીક વખતે કેટલીક ગંભીર બીમારીઓ થતી હોય છે અને તેમાં અમુક બીમારીઓ તો આપણને આવી જાય પછી જવાનું નામ જ નથી લેતી,
જેમાં ખાસ કરીને શરીના સાંધા દુખવા, પગ દુખવા , હાથ દુખવા અને તેવી બીજી કેટલીય બીમારીઓ છે જે જવાનું નામ જ નથી લેતી. પણ આપણા આયુર્વેદિક ઉપચારમાં આ બધાની સામે રાહત મેળવવા સફળ પણ નીવડે છે.
આજકાલ તમામે તમામ વયના લોકોમાં પગના દુખાવાની ફરિયાદો વધુ આવતી હોય છે. તો આજની જિંદગીમાં લોકો વધુ પડતી ભાગ દોડ કરતા હોય છે, તો આ પગ દુખે છે પછી તમે વધારે પડતા ઉભા રહો છો તો પણ પગ દુખે છે,
તેની સાથે સાથે વધુ ચાલો છો, તેની સાથે સાથે વધુ પ્રમાણમાં ખાવાનું ખાઓ છો અથવા તો વધુ ખાતું ખાઓ છો તો પણ આ તકલીફ થઇ શકે છે. તો આ બધી તકલીફોને દૂર કરવાની માટે એક એવો ઘરગથ્થું ઉપાય છે.
તેની માટે એક નગોડ નામનું વૃક્ષ જે આપણા ખેતરના શેઢે અથવા તો નદીના કાંઠે અથવા કોઈ જળાશયને કાંઠે આ વનસ્પતિ ઉગે છે, અને જે હાલમાં લુપ્ત પણ થવા લાગી છે.
તો પગના દુખાવાને દૂર કરવાની માટે આ નગોડ વનસ્પતિના પાનનો વરાળિયો શેક કરવાથી પણ પગના સોજા ઉતરી જાય છે, પગના ગમેતેવા દુખાવા મટી જાય છે. તેની સાથે સાથે આ વનસ્પતિના પાંદડાઓને પગ ઉપર રાખીને તેના ઉપર ગરમ પાણીનો શેક કરવાથી પણ ઘણી રાહત મળે છે.
આ નગોડ વનસ્પતિના પાંદડાઓ ગરમ કરીને પગ ઉપર બાંધવાથી પણ પગના સોજાઓ, એડીનો દુખાવો અને દુખવાની સામે રાહત મળી જાય છે. તેની સાથે આ પગના દુખાવાને દૂર કરવાની માટે સરસવનું તેલ પણ અવરે હાથે પગ ઉપર અવળું ચોરવાથી થોડાક જ સમયમાં રાહત મળે છે.