આવો પ્રેમ ક્યાંય નહિ જોયો હોય, જીવ્યા પણ સાથે અને મર્યા પણ સાથે.

એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જેને જાણીને તમારું પણ હ્રદય પણ પીગળી જશે. આ કિસ્સો મધ્ય પ્રદેશનો છે. જ્યાં પતિ પત્નીના પ્રેમનું એક ઉત્તમ ઉદાહરણ જોવા મળી રહ્યું છે. જે ઘરના આંગણામાં પતિ તેની પત્નીને પરણીને લાવ્યો હતો તે જ આંગણામાં બંનેનું એક સાથે મૃત્યુ થયું હતું અને બંનેના મૃતદેહને એક સાથે અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો.

આ અગ્નિસંસ્કારમાં હાજર બધા લોકોની આંખો પણ ભીની થઇ ગઈ હતી. આ ઘટનામાં બન્યું એમ કે રવિવારના દિવસે શંકર નામના વ્યક્તિનું મૃત્યુ થયું હતું તેમના પત્ની બોલો શકતા ન હતા ત્યારે તેમના પુત્રએ તેમને ઈશારા કરીને સમજાવ્યા કે તેમના પતિનું મૃત્યુ થઇ ગયું છે. આ ઘટનાનો આઘાત લગતા તેમનું પણ બે કલાકમાં મૃત્યુ થઇ ગયું હતું.

તેમના પુત્રએ જણાવ્યું કે આ ઘટનાની જાણ થતા જ તેઓ ખુબજ રડવા લાગ્યા હતા અને થોડીવાર પછી તેઓ સુઈ ગયા હતા. તેમની આજુબાજુ બેસેલી કેટલીક મહિલાઓએ તેમને ઉઠાડવાની કોશિશ કરી પણ ત્યાર સુધી તેમનું મોત થઇ ચૂક્યું હતું.

ત્યારબાદ આ બને પતિ પત્નીની અર્થી એક સાથે ઉઠી હતી અને બંનેની ચિતા એક સાથે સળગાવવામાં આવી હતી. આ બંનેની અંતિમયાત્રામાં આખું ગામ ભેગું થયું હતું આ ઘટનાંથી ગામના લોકોની આંખો પણ ભીની થઇ ગઈ હતી. જે રીતે એકબીજાના પ્રેમમાં આ બંનેનું મૃત્યુ થયું છે તેની ચર્ચા સમગ્ર વિસ્તારમાં થઇ રહી છે.

error: Content is protected !!