ગુજરાત સરકારની મોટી જાહેરાત આટલા વાગ્યા પછી રાજ્યમાં એમ્બ્યુલન્સના સાઇરન વગાડવા પર પ્રતિબંધ મુકાયો.

ગુજરાતમાં કોરોના વાઇરસના વધતા કોરોના પ્રકોપને લઈને 20 થી વધુ શહેરોમાં રાત્રી કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યું છે.તો કેટલાક શહેરોમાં સ્વયંભૂ લોકડાઉન લગાવી દેવામાં આવ્યું છે.

ત્યારે હાલમાં ચાલી રહેલી આ ગંભીર પરિસ્થિતિમાં રસ્તા પર જ્યાં પણ નજર પડે ત્યાં એમ્બ્યુલંસ જ જોવા મળી રહી છે.લોકોમાં કોરોના વાઇરસના ડરનું વાતાવરણ વધુના સર્જાય એ માટે.

રાજ્યના રાત્રી કર્ફ્યુ દરમિયાન 108 એમ્બ્યુલન્સના સાઇરન વગાડવા પર પ્રતિબંધ મુકાયો છે.સાથે ખાનગી દવાખાનાની એમ્બ્યુલસના સાઇરન વગાડવા પર પ્રતિબંધ મુકાયો છે.

જો રાત્રી દરમિયાન ટ્રાફિક હોય તોજ સાઇરન વગાડવાની છૂટ આપવામાં આવી છે.રાજ્યમાં હાલ કોરોનાએ ભયકંર સ્વરૂપ ધારણ કર્યું છે.આ દરમિયાન એમ્બ્યુલન્સના સાઈરનથી લોકોમાં ડરનો માહોલ ઉત્પન્ન થાય છે.

એટલા માટે જ રાત્રી કર્ફ્યુ દરમિયાન મુખ્યમંત્રી દ્વારા સાઇરન વગાડવા પર પ્રતિબંધ મુકાયો છે.આ સાથે જો રાત્રી દરમિયાન ટ્રાફીય હોય તો જ સાઇરન વગાડવાનો આદેશ આપવામાં આવ્યો છે.

કોરોનાના વધતા સતત કેસના લીધે રાજ્યની ઘણી હોસ્પિટલોમાં ઓક્સિજન બેડની અછત સર્જાઈ છે.તો સરકારે રાજ્યમાં આવેલા દરેક ઓક્સિજન પ્લાન્ટ પર સીધું મોનીટરીંગ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.સરકાર દ્વારા દરેક ઓક્સિજન પ્લાન્ટ પર એક સરકારી અધિકારીની નિમણુંક કરાઈ છે.

error: Content is protected !!