RTO માં બદલાઈ ગયા કેટલાક નિયમો, જાણી લો નહીંતો હેરાન પરેશાન થઇ જશો.
વાહનોને લગતા નિયમોને મોટર વિહિકલ એક્ટ કહેવામાં આવે છે.આ નિયમોને સાબિત કરવા માટે પણ અલગ અલગ નિયમો છે અને આ નિયમોમાં પણ ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે.
આ નિયમોમાં કઈ વસ્તુ તમારા ફાયદાની છે અને કઈ વસ્તુ નુકસાનની છે એ જાણી લો.મોટર વિહિકલ એક્ટમાં જે પણ ફેરફાર કરવામાં આવ્યા છે તેની જાણકારી RTO દ્વારા 2 એપ્રિલે આપવામાં આવી છે.
સૌથી પહેલા કેટલાક એવા ડોક્યુમેન્ટ જેની ડિજિટલ કોપીની માન્યતા આપવામ આવી છે. એ ડોક્યુમેન્ટ છે મેડિકલ સર્ટિફિકેટ,લર્નર્સ ડ્રાઈવિંગ લાઇસન્સ,રિન્યુ કરવા માટે આપેલા ડ્રાઈવિંગ લાઇસન્સની ડિજિટલ કોપી પણ ચાલશે.
જો તમારે લર્નર્સ ડ્રાઈવિંગ લાઇસન્સ લેવું છે તો તમે એપ્લિકેશનથી લઈને પ્રિન્ટઆઉટ સુધીની પ્રોસેસ ઓનલાઇન કરી શકશો આની માટે તમારે RTO નહિ જવું પડે. હવે ડ્રાઈવિંગ લાઇસન્સને રીન્યુ કરવા માટે જે વર્ષે તમારું ડ્રાઈવિંગ લાઇસન્સ એક્સપાયર થતું હોય તેની એક વર્ષ પહેલા અને એક વર્ષ પછી પણ રીન્યુ કરવા માટે અપ્લાય કરી શકો છો.
જો તમારી RC બુક એક્સપાયર થઇ રહી છે તો એની રીન્યુની પ્રોસેસ પણ તમે 6 મહિના પહેલા શરુ કરી શકો છો.જો તમે તમારું કોઈ હાવન મોડીફાય કરવો તો તેનું ઇન્સયોરન્સ નહોતું થતું પણ આ નવા કાયદા મુજબ હવે કોઈ પણ મોડીફાઇડ વાહનનું ઇન્સ્યોરન્સ લઇ શકાશે.