દૂધમાં આ ચાર વસ્તુ નાખીને પીવાથી દૂધ અમૃત સમાન બનીને નાના મોટા રોગોને ભગાડવાનું કામ કરશે…

આપણા શરીરમાં એવી કેટલીય બીમારીઓ આવતી હોય છે, તેને દૂર કરવા માટે આપણા આયુર્વેદમાં એવા કેટલાય નુસખાઓ બતાવવામાં આવ્યા છે. જેમાંથી આજે એક એવી જ વસ્તુની વાત કરીશું,

દૂધમાં એવી ચાર વસ્તુઓ ઉમેરીને તે દૂધનું સેવન કરવાનું છે જેનાથી આપણા શરીરમાં રહેલી અઢરક પ્રકારના રોગોથી મુક્તિ મળે છે. આ દૂધને સંપૂર્ણ આહાર માનવામાં આવે છે, અને તેમાં આ ચાર વસ્તુ ઉમેરવાથી અમૃત સમાન ગુણ આપશે.

આ વસ્તુઓ ઉમેરવાથી જરૂરી આર્યન, પોટેશિયમ, ફોસ્ફરસ, કેલ્શિયમ, મિનરલ્સ જેવા પોષક તત્વો રહેલા છે, જે આપણા શરીરને નિરોગી બનાવીને રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે.

શરીરમાં જો તણાવ રહેતો હોય, અશક્તિ રહેતી હોય, હાથ-પગમાં કળતર રહેતી હોય, શરીર થાકેલું થાકેલું રહેતું હોય તો તેની માટે તમારે એક ગ્લાસ દૂધ લેવાનું છે અને તેમાં ત્રણથી ચાર પેશી ખજૂરની લેવાની છે, ત્યારબાદ તેમાં બદામનું મિશ્રણ કરેલું એક ચમચી નાખવાનું છે. પછી તેમાં છીણેલું ટોપળુ એક ચમચી અને તેમાં ૮ થી ૧૦ દાણા જેટલું સૂકી દ્રાક્ષ નાખવાની છે.

ત્યારબાદ તે દૂધને ગરમ કરવાનું છે, ગરમ થઇ જાય એટલે તેને ઉતારી દેવાનું છે. પછી તેનું સેવન રાત્રે સૂતી વખતે કરવાનું છે. તેનાથી પ્રેગ્નેન્સીમાં પણ ઘણી ફાયદાકારક છે. આ દૂધનું સેવન કરવાથી શરીરમાં રહેલી નાની મોટી બીમારીઓ ચુટકીઓમાં દૂર થઇ જશે.

નોંધ : અમારી વેબસાઈટ પર આપેલ નુસખા ટિપ્સ, આયુર્વેદ ટિપ્સ, અથવા તો નેચરલ પધ્ધતિઓ, ફિટનેસ ઉપાયો અથવા તો કસરત વગેરે બાબતો દરેક માણસ ના શરીરની પ્રકૃતિ અનુસાર કામ કરતા હોઈ છે. કોઈ એક માણસ ને થયેલ ફાયદો અથવા તો નુકસાન બધાને થાઈ એવું માનવું નહિ, તમારે સૌથી પહેલા તમારા ડૉક્ટરને મળીને અથવા તો તેમની સલાહ લઈને કોઈ પણ પ્રયોગ અપનાવવો, મોટા ભાગના દરેક પ્રયોગો નિર્દોષ હોઈ છે, પણ દરેકની પ્રકૃતિ અલગ હોય છે એટલા માટે તકલીફ પડી શકે છે. તેનું ખાસ ધ્યાન રાખવું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!