રોડ લાઈટ નીચે દરરોજ ૪૦૦ થી પણ વધારે યુવાનો ભણે છે અને એક પણ રૂપિયો ખર્ચ કર્યા વગર અધિકારી બને છે. આજ સુધી અહીંથી ભણીને ૧ હજારથી પણ વધારે યુવાનો અધિકારી બની ચુક્યા છે.

ગામડાના ઘણા યુવાનોની આંખોમાં સપના અને મેહનત કરવાની લગન છુપાયેલી છે. કારણ કે તેમને પોતાના અને પોતાના પરિવારના સપના પુરા કરવાના હોય છે. આજના યુવાનો માટે સરકારી નોકરી સૌથી પહેલી પસંદ છે. એક સામાન્ય પરિવારના યુવાન માટે સરકારી ખુબજ મહત્વની સાબિત થઇ શકે. તેનાથી તેના આખા પરિવારના સપના પુરા થઇ શકે છે.

આજે અમે તમને એક એવી જગ્યા વિષે જણાવીશું કે જ્યાં મફતમાં અધિકારી બનાવવામાં આવે છે. બિહારના સાસારામ રેલવે સ્ટેશનની બાજુમાં રોડ લાઇટ નીચે દરરોજ ૪૦૦ થી પણ વધારે યુવાનો ભેગા થાય છે

અને તેમને અહીં સરકારી અધિકારી બનવા માટે મફતમાં માર્ગદર્શન આપવામાં આવે છે. અહીં દરરોજ અલગ અલગ સરકારી અધિકારી આવીને આ ૪૦૦ યુવાનોને ભણાવે છે. ૩ કલાક ભણાવે છે.

આજ સુધી આ જગ્યાએ ભણીને ઘણા યુવાનો અધિકારી બની ચુક્યા છે. અહીંથી અધિકારી બનેલા યુવાનો પણ અહીં આવીને ભાવિ અધિકારીઓને માર્ગદર્શન આપે છે. અહીં એવા યુવાનો આવે છે કે જેમની પરિસ્થિતિ એવી નથી કે તે શહેરમાં જઈને મોંઘા દાટ કોચિંગ કરી શકે, પણ આ યુવાનોને કોઈપણ રીતે પોતાના સપના પુરા કરવા છે.

માટે આ જગ્યાએ બે મિત્રો દ્વારા જે યુવાનોએ સરકારી અધિકારી બનવું છે. તેમને માર્ગદર્શન આપવામાં આવા આવ્યું હતું. અહીંથી માર્ગદર્શન લીધેલા યુવાનો સરકારી અધિકારી બનવા લાગ્યા અને ધીરે ધીરે યુવાનોને આ જગ્યા વિષે જાણવા મળ્યું અને આજે ૪૦૦ થી પણ વધારે યુવાનો આ જગ્યાએ મફતમાં માર્ગદર્શન લઇ રહયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!