રિટાયર્ડ થવાની ઉંમરમાં આ નણંદ ભાભીની જોડીએ લાખો રૂપિયાનો ધંધો ઉભો કરીને સૌ કોઈને ચોંકાવી દીધા.

મિત્રો જો વ્યક્તિ ધારે તો પોતાના ઘરની વસ્તુઓ માંથી જ લાખો રૂપિયાની કમાણી કરે છે. આજે અમે તમને એવી જ નણંદ, ભાભીની જોડી વિષે જણાવીશું કે જે ઘરેથી જ પોતાનો ધન્ધો કરે છે વર્ષે લાખો રૂપિયાની કમાણી કરે છે.

નણંદ, ભાભીની આ જોડી બિહારના દરભંગાની છે. આ નણંદ, ભાભીની જોડી ઘરે જ બનાવેલું અથાણું વેચે છે અને તે સાથે સાથે લાખો રૂપિયાની કમાણી પણ કરે છે.કલ્પના અને ઉમા પોતાના લોકલ નામ સાથે પોતાના અથાણાનો ઓનલાઇન બિજ્નેશ કરે છે.

તેમની પાસે ૧૫ પ્રકારની વેરાયટી છે અને તેમને દર મહિને ૫૦ હજાર ઓડર મળે છે. કલ્પનાને ક્યારનુંય પોતાનું કઈ કરવું હતું. જયારે તેમના પતિ રિટાયર્ડ થયા ત્યારે તેમને નક્કી કર્યું કે તે સારું એવું અથાણું બનાવે છે અને તે અથાણાનું બનાવશે અને તેને ઓનલાઇન વેચશે.

માટે તેમને તરત જ પોતાની ભાભી સાથે અલગ અલગ પ્રકારના અથાણા બનાવવાનું ચાલુ કર્યું અને તેને ઓનલાઇન વેચવાના શરૂ કર્યા. આ નણંદ ભાભીએ પોતાના ધંધાના પ્રથમ વર્ષમા જ ૮ લાખ રૂપિયાની કમાણી કરી લીધી હતી. તેમને આવનારા દિવસોમાં આશા છે કે તેમનો આ ધંધો મોટો થશે.

લોકો ૬૦ વર્ષની ઉંમર પછી આરામ કરવાનું વિચારતા હોય છે પણ આ નણંદ ભાભીની જોડીને રિટાયર્ડ થવાની ઉંમરમાં લાખો રૂપિયાનો ધંધો ઉભો કરીને સમાજ ના લોકોમાં નવી ઉમ્મીદ જગાડી. આજે દરેક લોકો તેમની પ્રશન્શા કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!