હે ભગવાન બચાવી લે, એક પત્ની તેના પતિને છેલ્લા ૨૪ કલાકથી રિક્ષામાં લઈને ભટકી રહી, તો પણ કોઈ હોસ્પિટલમાં જગ્યા નથી…

આખા દેશમાં કોરોનાએ કહેર મચાવી દીધી છે,જેથી આખો દેશ મોટી તકલીફમાંથી ગુજરી રહ્યો છે અને કેટલાય દર્દીઓને તો હોસ્પિટલમાં બેડ જ નથી મળતો અને તેનાથી દર્દીઓના ઝડપથી મોત પણ થઇ રહ્યા છે.ઓક્સિજનની પણ ઉણપ વર્તાઈ રહી છે જેથી હાલ કેટલીક જગ્યાએ દર્દીઓને પોતાની જાતેજ ઓક્સિજનની વ્યવસ્થા કરવી પડે છે.

તેવામાં એક બીજો રુવાડા ઉભા કરી દે તેવો કિસ્સો નજર સામે આવ્યો છે.આ કિસ્સો અરવલ્લીના મહીસાગરનો છે.જ્યાં દર્દીના પરિજનો દર્દીને એક રીક્ષામાં લઈને છેલ્લા ૨૪ કલાકથી ફરી રહ્યા છે અને તેમાં મહત્વની વાત તો એ છે કે,

તેમને ક્યાંય હોસ્પિટલમાં જગ્યા નથી મળી રહી,આથી તેઓને રિક્ષામાં જ ઓક્સિજન પણ સાથે લઈને ફરી રહ્યા છે.તેવામાં દર્દીના પરિજનનું એવું કહેવું છે અમે છેલ્લા ૨ દિવસથી આવી જ રીતે ફરી રહ્યા છીએ અને સિવિલમાં ગયા તો ત્યાં એવું કહેવામાં આવ્યું કે,હાલમાં કોઈ બેડ ખાલી નથી.

બે દિવસથી અમને આમ રિક્ષામાં દર્દીને લઈને ફરી રહ્યા છીએ પણ કોઈ સગવડ નથી થઇ.જયારે સિવિલમાં જઈએ છીએ તો તેઓ અમને બહાર મોકલી દે છે હાલમાં કોઈ બેડ ખાલી નથી એમ કહીને.આ દર્દીના પત્ની પણ ધ્રુસકે અને ધ્રુસકે રડી રહ્યા છે.

લોકોને મદદ માટે પુકાર પણ કરી રહ્યા છે.આવી કપળી સ્થિતિમાં સરકારે પણ કઈ ખાસ પગલાં લેવા જોઈએ.આ સ્થિતિમાં લોકો તડપી રહ્યા છે અને તેમને હાલ મદદની જરૂર છે જેથી સરકાર કઈ ખાસ પગલાં લે.

error: Content is protected !!