ભરૂચના રીક્ષા ચાલકો કોરોનાગ્રસ્તો માટે દેવદૂત બનીને આવ્યા.
કોરોનાની આવી મહામારીમાં પણ કેટલાક લોકો કોરોનાગ્રસ્તોની માટે દેવદૂત બનીને આવ્યા છે. ભગવાન જાતે નથી આવતા પરંતુ માણસના રૂપમાં કોઈક ને કોઈકને મોકલી જ આપે છે. તેવું જ માનવતાનું એક ઉદાહરણ ભરૂચના રીક્ષા ચાલકોએ પૂરું પડ્યું છે.
તેવી જ રીતે ભરૂચના રીક્ષા ચાલકો દેવદૂતો બનીને દર્દીઓને હોસ્પિટલ લઇ જવા અને હોસ્પિટલથી ઘરે લાવવાનું કામ આ દેવદૂતો કરી રહ્યા છે. આવી જ રીતે ૭૦ જેટલા રીક્ષા ચાલકોને કર્ફ્યુના સમયમાં પણ પાસ આપીને જવા આવવાની માટે પરમિશન અપાઈ હતી.
તેવામાં આ રીક્ષા ચાલકો PPE કીટ પહેરીને વિનામૂલ્યે લોકોની નિસ્વાર્થ ભાવે સેવા કરે છે. તેની સાથે સાથે રીક્ષા ચાલકોને માસ્ક અને સૅનેટાઇઝરનું વિતરણ પણ કરવામાં આવ્યું છે.
જે હાલની પરિસ્થિતિમાં કોરોનગ્રસ્ત લોકોને થોડી મદદ પણ મળી જશે. દુનિયામાં ચાલી રહેલી કોરોનાની મહામારીની જંગ જીતવાની માટે નિષ્ણાતો, વૈજ્ઞાનિકો એ બધા તેમનાથી બનતા પ્રયાસો કરી રહ્યા છે.
લોકડાઉનની સાંકળ તોડવાની માટે કેટલાય પ્રયત્નો પણ કરી રહ્યા છે. તેની સાથે સાથે સરકાર પણ એવું કહી રહી છે કે, આ કોરોનાની જંગને હરાવવાની માટે સરકારની કેટલીક ગાઈડલાઈનો અમલમાં મૂકી છે.