એક રીક્ષા ચાલકનો દીકરો પરિવારની સ્થિતિ સુધારવા માટે ઘરે લાઈટ ના હોવાથી મીણબત્તીના અજવાળે રાતદિવસ મહેનત કરીને IAS બન્યો…

દુનિયામાં જો કોઈ વ્યક્તિ કઈ નક્કી કરી લે છે, તો તેને પૂરું કરવા માટે દિવસ અને રાત એક કરી દે છે. તેવો જ એક કિસ્સો જેને જાણીને તમને પણ કંઈક કરવાની ઈચ્છા થઇ જશે. આ વાત છે IAS ગોવિંદ જયસ્વાલની છે.

ગોવિંદના પિતાજી એક રીક્ષા ચાલાક હતા, તેઓ બનારસમાં એક નાનકડી રૂમ ભાડે રાખીને રહેતા હતા. આ પરિવાર ખુબ મહેનત કરીને તેમનું જીવન ચલાવતો હતો.

આ રૂમ એવી જગ્યાએ હતો કે અહીંયા ખુબ જ અવાજ પણ આવતો હતો આજુબાજુમાં કેટલીય ફેક્ટરીઓ હતી અને તેનો બહુજ અવાજ આવ્યો હતો. તેમના પરિવારમાં ગોવિંદ, તેની બે બહેનો અને માતા-પિતા રહેતા હતા. આમ તેમને તેમનું જીવન જીવવામાં ઘણી મોટી તકલીફ પડતી હતી.

ગોવિંદની એક જ ઈચ્છા હતી તેના પરિવારને આવી સ્થિતિમાંથી સુધારીને આગળ લઇ જવાની જેથી આવી કપળી સ્થિતિમાં પણ ગોવિંદે તેનું ભણવાનું ચાલુ જ રાખ્યું હતું.

ગોવિંદ તેમના ભણવાના ખર્ચને કાઢવા માટે ટ્યુશન પણ ભણાવવાનું ચાલુ જ રાખ્યું હતું. તેઓ પહેલા જે વિસ્તારમાં રહેતા હતા ત્યાં થોડાક કલાકો સુધી લાઈટ નહતી આવતી. તો તેઓ રાત્રે વાંચવા માટે મીણબત્તી સળગાવી દેતા હતા અને તેના પ્રકાશથી વાંચતા હતા. ૧૨ ધોરણ પછી તેઓ આગળનું ભણવા માટે અને IAS ની તૈયારી કરવા માટે દિલ્હી પહોંચ્યા હતા.

તેવામાં તેમના પિતાને પગમાં મોટો ઘા વાગ્યો હતો અને તેમનો આ પરિવાર બેરોજગાંર થઇ ગયો હતો જેથી તેમના દીકરા ગોવિંદને ઘરે ના આવું પડે તેની માટે તેમની બચાવેલી જમીન ખાલી ૩૦૦૦૦ માં વેચી દીધી હતી.

આ આખા પરિવારની છેલ્લી ઈચ્છા તેમના દીકરા ગોવિંદ ઉપર હતી અને ગોવિંદે પણ ૪૮ મોં નંબર લાવીને IAS બન્યા હતા અને પરિવાની સ્થિતિ સુધારી એક નવી જિંદગીની શરૂઆત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!