પોતાની માં ને કોરોના પોઝેટીવ આવતા દીકરો મા ને ગામની વચ્ચે જઈને સુવડાવી આવ્યો. એ મા ની વેદના જાણી રોઈ પડશો.

કોરોનાએ હાલ આખા દેશમાં તેનો કાળો કહેર વરસાવ્યો છે. એવા માં માણસોને ખબર પડી ગઈ છે કે જયારે કુદરત પોતાની કરામત બતાવે છે ત્યારે તેની આગળ કોઈનું નથી ચાલતું.

આવી સ્થિતિમાં પોતાના પરિવારના લોકો પણ કોરોના દર્દીઓને અગ્નિસંસ્કાર નથી આપવા માંગતા. અત્યારે આવો જ એક કિસ્સો અમદાવાદના બાજુના ગામમાંથી સામે આવ્યો છે. જેને જાણીને તમારું હ્રદય પણ રોઈ પડશે.

પોતાની મા ને કોરોના પોઝેટીવ આવતા એક પુત્ર તેની મા ને ઘરમાંથી કાઢીને ગામની વચ્ચે સુવાડી આવ્યો છે. આ કેવું કહેવાય કે માં ને કોરોના પોઝેટીવ આવતા તેનો પુત્ર તેની માં ને ઘર માંથી કાઢી મૂકી અને ગામની વચ્ચે સુવડાવી આવ્યો છે. જે સમયે તેની માં ને તેના દીકરાની અને સારવારની ખુબજ જરૂર હતી એવામાં તેના દીકરાએ તેની મા ને ઘરની બહાર નીકાળી દીધી છે.

આ ઘટનાની લોકો સોસીયલ મીડિયા પર ખુબજ નિંદા કરી રહયા છે. જે માં એ પોતાના દીકરાને 9 મહિના તકલીફો વેઠીને જન્મ આપ્યો અને મોટો કર્યો આજે એજ દીકરાએ તેની મા ને કોરોના પોઝેટીવ આવતા ઘરની બહાર કાઢી મૂકી અને ગામની વચ્ચે સુવડાવી આવ્યો.

એ માં પર શુ વીતી રહી હશે તેની કલ્પના આપણે નહિ લગાવી શકી એ પછી ગામના લોકો દ્વારા પોલીસ અને એમ્યુલન્સને ફોન કરીને આ વાતની જાણ કરતા મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામા આવી હતી અને પોલીસ દ્વારા મહિલાના પુત્રને ઠપકો આપીને બીજીવાર આવું ન કરવા માટે જણાવ્યું હતું.

error: Content is protected !!