સરકારે લીધો રાત્રી કર્ફ્યુ અંગે મહત્વનો નિર્ણય, જાણીલો સરકાર દ્વારા કેટલી છૂટછાટ અપાઈ?

આજે રાજ્ય ભરમાં લગાવાયેલા 36 શહેરોમાં રાત્રી કર્ફ્યુની છેલ્લી તારીખ હતી. લોકોને ઘણી આશાઓ હતી કે સરકાર રાત્રી કર્ફ્યુના સમયને લઈને કઈ ફેરફાર કરી શકે છે. આજે યોજાયેલી કોર કમિટીની

બેઠકમાં લેવામાં આવેલા નિર્ણય પ્રમાણે રાત્રી કર્ફ્યુનો સમય 18 મે સુધી લંબાવી દેવામાં આવ્યો છે. રાત્રી કર્ફ્યુના સમયમાં પણ કઈ ફેરફાર કરવામાં આવ્યો નથી રાત્રે 8 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી 36 શહેરોમાં રાત્રી કર્ફ્યુ રહેશે. આ સમયે બિન જરૂરી બહાર નીકળતા લોકો પર કડક કાર્યવાહી કરવામાં આવશે.

રાત્રી કર્ફ્યુ દરમિયાન આવશ્યક સેવાઓ ચાલુ રહેશે. 36 શહેરોમાં ઉદ્યોગો, બાંધકામ કામો અને જરૂરી એકમો ચાલુ રહેશે. આ વખતે નવા કોઈ પણ શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો નથી. કોરોનાના કેસોમાં હવે મહદ અંશે ઘટાડો નોંધાઈ રહ્યો છે. માટે લોકોમાં એવી આશા જાગી હતી કે સરકાર રાત્રી કર્ફ્યુના સમયમાં ફેરફાર કરી શકે છે.

પણ લોકોની આશા પર પાણી ફેરવાઈ ગયા છે. આ જરૂરી પણ હતું કારણ કે કોરોના હજુ એટલો કાબુમાં નથી આવ્યો કે રાત્રી કર્ફ્યુમાં છૂટછાટ આપવામાં આવે. કોરોના સંક્રમણને કાબુ માં લેવા માટે સરકાર દ્વારા 12 મે એ પુરા થતા કર્ફ્યુના સમયને 18 મે સુધી લંબાવી દેવામાં આવ્યો છે. 36 શહેરોમાં સાંજે 8 થી સવારના 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ રહેશે.

error: Content is protected !!