રતનપર ગામે ભગવાન ચંદ્રમૌલેશ્વર સાક્ષાત બિરાજમાન છે, તેમના દર્શન માત્રથી જ ભક્તોના મનની મનોકામનાઓ પૂર્ણ થાય છે.
આજે મહાશિવરાત્રી છે અને આજના દિવસે ભક્તો શિવાલયોમાં દર્શને જઈને ભગવાન શિવને પ્રાર્થના કરતા હોય છે. ભક્તો આજે શિવાલયોમાં જઈને શિવલિંગની પૂજા કરતા હોય છે આજે એક એવા જ શિવાયલ વિષે જાણીએ જે સૌથી અનોખું છે અને તેનું અનેરું મહત્વ પણ રહેલું છે.
આ મંદિર રાજકોટથી મોરબી હાઇવે પર રતનપર ગામે આવેલું છે.આખા દેશમાં ત્રણ જેટલા સ્ફટિકના શિવલિંગ ધરાવતા શિવાલયો આવેલા છે અને તેમાંથી એક રતનપર ગામે આવેલું છે. આ મંદિરને ભક્તો ભગવાન ચંદ્રમૌલેશ્વર તરીકે પૂજે છે.
આ મંદિરના ઇતિહાસની જો વાત કરવામાં આવે તો વર્ષ ૨૦૧૧ માં આ મંદિર બનાવવામાં આવ્યું હતું. આ મંદિર બનાવવા માટે ગામના એક વ્યક્તિ પ્રવિણભાઈએ પોતાની હાઇવે ટચ કિંમતી જમીન દાનમાં આપી હતી.
માન્યતા પ્રમાણે સ્ફટિકના શિવલિંગની પૂજા કરવાથી જ્યોતિર્લિંગની પૂજા કરવા જેટલું ફળ મળે છે, સ્ફટિકનું લિંગ ધરાવતા શિવાલયો ભારતમાં ત્રણ જ છે જેમાં જમ્મુમાં, બીજું કેદારનાથ અને ત્રીજું રતનપર ગામમાં આવેલું છે. અહીંયા આજે ભક્તો ઘણી મોટી સંખ્યામાં દર્શને આવે છે અને દર્શન કરીને તેમના જીવનમાં ધન્યતાનો અનુભવ પણ કરે છે.
ભગવાન શિવની પૂજા કરવાથી જ ભક્તોના જીવનમાં આવતી મુશ્કેલીઓ દૂર થઇ જાય છે. અહીંયા દૂર દૂરથી ભક્તો ઘોડાપુર ઉમટે છે અને અહીંયા દર્શન કરવાથી તમામ ભક્તોના જીવનમાં આવતી મુશ્કેલીઓ દૂર થઇ જાય છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.