આ દંપતીએ સાથે જીવવા-મરવાનું વચન નિભાવ્યું, સગા સબંધીના ઘરે જતી વખતે માર્ગ અકસ્માત નડ્યો જેમાં આ દંપતીના પ્રાણ પંખેરા સ્થળ પર જ ઉડી ગયા…

લગ્નના બંધનમાં પતિ અને પત્ની સાત જન્મો સાથે રહેવાની કસમો ખાતા હોય છે, આપણા ધર્મમાં લગ્ન સમયે દરેકના જીવનના બધા જ સુખ અને દુ: ખમાં એકબીજાના સાથે રહેવાનું વચન પણ આપવામાં આવે છે.

જેમાં એક દંપતીએ આ વચનને સાથે જ પૂરું કર્યું છે, વર્ષો સુધી દરેકે દરેક ક્ષણ સાથે રહેતા હતા અને એક જ સાથે મૃત્યુને ભેટી પડ્યા હતા. જ્યારે આ એક દંપતીનું એક સાથે અકસ્માતમાં નીપજ્યું હતું. આ વાત મળવાથી આખા વિસ્તારમાં શોકનો માહોલ સર્જાઈ ગયો હતો.

મોટાપોંઢાના બરમેડા ફળિયાની નજીક ગયા બુધવારે સાંજે ટેન્કર સાથે અથડાઈ જતા બાઇક લઈને એક દંપતી જઈ રહી હતી અને તેઓનું આ અકસ્માત થવાથી કરૂણ મૃત્યુ નીપજ્યું હતું.

આ બનાવની જાણ થતાં વાપીના ડુંગરા પોલીસને થઇ અને વાતની જાણ થતાની સાથે જ પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી. આ મૃતદેહને કબજે લઇ પોસ્ટ મોર્ટમ કરવા માટે મોકલી આપી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર વાપી-નાનાપોંઢાના મુખ્ય માર્ગની ઉપર આવેલા પાટી ગામના રહેવાસી ગણેશભાઇ પટેલની બાઇકને પાછળથી આવી રહેલ ટેન્કરે ટક્કર મારી હતી અને તેવામાં આ ઘટના સમયે તે અને તેમના પત્ની રમાબેન સાથે વાપી તરફ આવી રહ્યો હતો.

ટેન્કર સાથે ટક્કર થયા પછી બંને રસ્તા ઉપર પડી ગયા હતા અને જેથી ગંભીર રીતે ઘાયલ પણ થયા હતા. જેથી તેઓનું આ કારણે ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. અકસ્માતની ઘટનાની જાણ થતાં જ મૃતકના પરિવારજનો અને સબંધીઓ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા.

ટેન્કર ચાલક આ અકસ્માત થયા પછી ત્યાંથી નાસી ગયો હતો. આ મામલે જાણ થતા તરત જ પોલીસ પણ ત્યાં આવી પહોંચી હતી અને આગળની બધી કાર્યવાહી પણ ચાલુ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!