જો તમારા ઘરના રસોડાની અંદર આ ચાર વસ્તુઓ હશે તો ઘરમાં ગરીબાઈ આવતા પણ વિચાર કરશે…
આપણા હિન્દૂ ધર્મમાં એવા કેટલા નીતિ અને નિયમો છે કે, જેનાથી ઘરમાં ગરીબી આવતા પણ વિચાર કરે છે. જો કે દરેકે દરેક મુસીબતને દૂર કરવાની માટે પ્રાચીન સમયથી જ કંઈક ને કંઈક ઉપાય જરૂરથી બતાવવામાં આવેલા જ છે. તમારે મોટો બંગલો હશે, મોટી ગાડી પણ હશે તો તે કોઈ મહત્વ નથી રાખતી પણ જો તમારા ઘરના રસોડામાં એવી કેટલીક વસ્તુઓ હોય છે જે ઘણી મહત્વની છે.
જો આ વસ્તુઓ તમારા ઘરના રસોડામાં હોય તો તમે આર્થિકરૂપથી કોઈ પણ પ્રકારની તકલીફ નથી આવતી, જેથી આ વસ્તુ ગરીબીને તમારા ઘરથી લખો કોષ દૂર રાખે છે. આ વસ્તુને કારણે તમારા ઘરમાં દેવી અને દેવતાનો વાસ હંમેશા જોવા મળે છે. જો આ વસ્તુઓ ઘરના રસોડામાં ના હોય તો આજેજ લાવી દેજો જેનો ઉપયોગ પણ ચાલુ કરી દો.
આ વસ્તુઓમાંથી તમારે સૌથી પહેલી વસ્તુ માતા અન્નપૂર્ણાનો ફોટો રસોડામાં રાખી દો, જો દેવી અન્નપૂર્ણાનો ફોટો હશે તો કોઈ દિવસ ઘરમાં અન્ન નઈ ખૂટે, જમવાનું બનાવીને સૌથી પહેલો ભોગ અન્નપુર્ણાને લગાવવો જોઈએ.
બીજી વસ્તુએ છે કે જે લોટના ડબ્બામાં તમે લોટ ભરો છો તે લોટના ડબ્બામાં તળિયું દેખાય એટલે તેમાં બીજો લોટ ભરી દેવો જોઈએ એ ડબ્બાને ખાલી ના થવા દેવો જોઈએ. આમ કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ હંમેશાની માટે બની રહેશે. જો આ લોટ ડબ્બામાં પૂરો થઇ જાય તો મોટો અપશકુન માનવામાં આવે છે.
ત્રીજી એવી વસ્તુ જેમાં રસોડામાં કોઈ નળમાંથી પાણી ટપકી રહ્યું હોય તો તેને ઠીક કરાવી દેવો જોઈએ નઈ તો તેનાથી પણ ઘરમાં બરબાદી આવી શકે છે, નકારાત્મક ઉર્જા મોટા પ્રમાણમાં આવી જાય છે અને પરિણામે તમારે ઘણું હેરાન પણ થવું પડે છે.
ત્યારબાદ જો તમારા રસોડામાં પાણી ભરવાનો ઘડો નથી તો તેને લાવી દેજો નઈ તો તમારું ઘર સંપન્ન નથી ગણાતું, તમારું ઘર ત્યારે જ સંપન્ન ગણાય છે કે જયારે તમારા ઘરની અંદર આ પાણી ભરવાનો ઘડો હોય.