આપણા રસોડામાં રહેલું આ એક પાન જે અનેક રોગોને દૂર કરશે…

હાલની સ્થિતિ અને રોજબરોજની જિંદગી જીવવા માટે લોકો ખુબ જ મહેનત કરતા હોય છે, તેની સાથે શરીરને નિરોગી રાખવાના પણ ઘણા પ્રયત્નો પણ કરતા હોય છે. આજે આપણે એવી જ એક વસ્તુ વિષે જાણીએ જેનું સેવન કરવાથી આપણા શરીરમાં ઘણા લાભ આપે છે. આ એક વસ્તુના પાનનો આવી રીતે ઉપયોગ કરવાથી ઘણા રોગો તમારા શરીરથી દૂર જ રહે છે.

આપણા રસોડામાં આ વસ્તુ હોય છે, જેનું નામ ફુદીનો છે, ફુદીનામાં વિટામિન એ ની ખુબ માત્રા હોય છે. ફુદીનો અરુચિ મટાડનાર અને ભૂખ લગાવનાર છે. ફુદીનો પેટમાં અગ્નિપ્રદીપ્ત કરે છે, જેનાથી પેટના રોગો શાંત થાય છે.

જો બને તો રોજેરોજ ભોજનમાં ફુદીનાનું સેવન કરવું જોઈએ. જો તમારું મન અણગમું થઇ જાય તો તેવા સમયે ફુદીનાનો રસ કાઢીને તેમાં ખાંડ નાખીને તેનો જ્યુસ પીવાથી તમારું મન શાંત થઇ જાય છે. જેથી તમારી અરુચિ દૂર થઇ જાય છે.

હાલમાં ઉનાળો ચાલી રહ્યો છે તેવામાં ફુદીનાનો રસ કાઢીને તેમાં થોડોક જીરાનો પાઉડર નાખીને પીવાથી ઉનાળામાં શરીરને ઠંડક આપનારો છે. હાલમાં કોરોનાની સ્થિતિમાં કફ, શરદી અને ઉધરસ થઇ હોય તો તેવામાં ફુદીનાના ૧૦ થી ૧૨ પાન લઇ, ૧૦૦ ML પાણીમાં નાખીને ઉકાળવાથી શરદી, કફ અને તેની સાથે સાથે જે કોઈ લોકોને પેટના રોગો છે, તેઓને પણ પેટના રોગોની સામે રાહત રહે છે.

જે લોકોને ખરજવાની સમસ્યા થાય છે તે લોકોએ લીંબુના રાસની સાથે ફુદીનાનો રસ મેળવીને જ્યાં દરાજ, ખંજવાર આવતી હોય તેની ઉપર લગાડવાથી તે રોગ શાંત થાય છે. તેની સાથે સાથે સંક્રમિત રોગોથી દૂર રહેવા માટે ફુદીના અને વરિયાળીનું શરબત બનાવી તેમાં સિંધવ મીઠું નાખીને પીએ તો પણ સંક્રમિત રોગોથી દૂર રાખશે.

નોંધ : અમારી વેબસાઈટ પર આપેલ નુસખા ટિપ્સ, આયુર્વેદ ટિપ્સ, અથવા તો નેચરલ પધ્ધતિઓ, ફિટનેસ ઉપાયો અથવા તો કસરત વગેરે બાબતો દરેક માણસ ના શરીરની પ્રકૃતિ અનુસાર કામ કરતા હોઈ છે. કોઈ એક માણસ ને થયેલ ફાયદો અથવા તો નુકસાન બધાને થાઈ એવું માનવું નહિ, તમારે સૌથી પહેલા તમારા ડૉક્ટરને મળીને અથવા તો તેમની સલાહ લઈને કોઈ પણ પ્રયોગ અપનાવવો, મોટા ભાગના દરેક પ્રયોગો નિર્દોષ હોઈ છે, પણ દરેકની પ્રકૃતિ અલગ હોય છે એટલા માટે તકલીફ પડી શકે છે. તેનું ખાસ ધ્યાન રાખવું.

error: Content is protected !!