કોરોના વેક્સીન લીધા પછી તેનો ફોટો શેર કરો અને મેળવો 5000 રૂપિયા. ભારત સરકાર આપી રહી છે.
કોરોનાથી બચવા માટે આખા ભારતમાં સરકાર દ્વારા રશીકરણ પ્રોગ્રામ ચલાવવામાં આવી રહ્યો છે.આ પછી વેક્સીન લીધા પછી લોકો પોતાના શોખ ખાતર સોસીયલ મીડિયામાં ફોટો શેર કરી રહ્યા હતા.હવે આવા ફોટો શેર કરવાથી તમને મળી શકે છે 5000 રૂપિયા.ખાલી એક માણસને નહિ પણ એક મહિનામાં 10 લોકોને આ ઇનામ મળી શકે છે.
આ કોઈ અફવા નથી.પણ માય ગવર્મેન્ટ દ્વારા રશીકરણને પ્રોત્સાહન આપવા માટે એક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.આ ઇનામ અંતર્ગત જો કોઈ વ્યક્તિ તેનો અને તેના પરિવારનો રશી લગાવતો ફોટો શેર કરે તો તેને 5000 રૂપિયા મળી શકે છે.જો તમે પણ ભારત સરકાર દ્વારા શરુ કરેલા આ અભિયાનમાં ફોટો શેર કરીને 5000 નું ઇનામ જીતવા માંગતા હોય તો.
તમારે માય ગવર્મેન્ટની વેબસાઈટ પર જવું પડશે અને સૌથી પહેલા તમારે આમ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને પછી રશી લગાવતો ફોટો પોસ્ટ કરવાનો રહેશે.માય ગવર્મેન્ટ એપ પર આપવામાં આવેલી
માહિતી અનુસાર રશિકરણને લઈને લોકોમાં જાગૂતિ અને પ્રોત્સાહન આપવા માટે દર મહિને 10 લોકોને 5000 રૂપિયાનું ઇનામ આપવામાં આવશે આ યોજના અંતર્ગત એક વ્યક્તિ ફક્ત એક જ વાર પોતાનો ફોટો અપલોડ કરી શકે છે.