રણબીર કપૂર બાદ હવે આલિયા ભટ્ટ પણ કોરોના પોઝિટિવ બની છે.

રણબીર કપૂર, સંજય લીલા ભણસાલી, કાર્તિક આર્યન, આર માધવન, પરેશ રાવલ, મિલિંદ સોમન, રમેશ તિવાણી, સતિષ કૌશિક, દક્ષિણ ભારતીય અભિનેત્રી બિગ બોસ 14 ફેમ નીક્કી તંબોલીને કોરોના વાયરસનો ખુલાસો થયો છે.

હવે આ યાદીમાં આલિયા ભટ્ટનું નામ પણ શામેલ થઈ ગયું છે. હા, અહેવાલો અનુસાર આલિયા ભટ્ટ કોરોના પોઝિટિવ છે.જોકે, આલિયાએ હજુ સુધી આની પુષ્ટિ કરી નથી.

ફિલ્મફેરના અહેવાલ મુજબ આલિયા ભટ્ટ કોરોના વાયરસનો ભોગ બની છે.આપને જણાવી દઈએ કે રણબીર કપૂર પણ કોરોનાથી હિટ થઈ ગયો હતો. તાજેતરમાં તે કોરોના નેગેટિવ થઈ ગયો છે અને કામ પર પાછો ફર્યો છે.

error: Content is protected !!