આ વાળંદ પાસે મોંઘી મોંઘી ૩૭૮ ગાડીઓ છે, તો જાણો વાળ કાપવાના કેટલા રૂપિયા લેતો હશે?, .ચોકી જશો.
જયારે આપણે કોઈ મોંઘી કારમાં બેઠેલા વ્યક્તિને જોઈએ છીએ ત્યારે આપણને થાય કે શું નસીબ છે આનું. પણ ઘણા લોકોને તેની પાછર કરેલી મહેનતની નહિ ખબર હોય. આજે અમે તમને એક એવા જ વ્યક્તિ વિષે જણાવવાના છીએ જે કરોડપતિ હોવા છતાં પણ આજે પણ લોકોના વાળ કાપે છે. બેંગ્લોરના રમેશ ભાઈ જે વાળંદનું કામ કરે છે. પણ તેમની પાસે પડેલી ગાડીઓને જોઈને કોઈ કહેશે નહિ કે તે વાળંદ હશે.
રમેશ ભાઈ પાસે અત્યારે 378 ગાડીઓ છે. જેમાંથી 120 તો મોંઘી ગાડીઓ છે. તો લોકો વિચારતા હશે કે તોતો વાળ કાપવાના ઘણા પૈસા લેતા હશે પણ એવું નથી તે વાળ કાપવાના ફક્ત 150 રૂપિયા જ લે છે. તો આટલી કમાણી કેવી રીતે કરે છે કે તે આટલી મોંઘી ગાડીઓમાં ફરે છે. રમેશ ભાઈ સલૂનની સાથે સાથે કાર ભાડે આપવાનો બિઝનેશ પણ કરે છે.
તેમની પાસે 5 લાખથી લઈને 5 કરોડ સુધીની કાર છે અને તે તેમને ભાડે આપીને એક દિવસના 50 હજાર રૂપિયા વસુલે છે. રમેશ ભાઈને પહેલાથી જ કંઈક અલગ કરવાની ઈચ્છા હતી.
તો તેમને કોઈ એ આ બિઝનેસ કરવાની સલાહ આપી ને લોન પર પહેલી ગાડી લીધી જેને સારો પ્રતિસાદ મળ્યો હતો એના પછી એક પછી એક ગાડીઓ છોડાવી અને આજે તેમની પાસે 378 ગાડીઓ છે અને હવે તેમનું સપનું 8 કરોડની બુગાટી ખરીદવાનું છે.