શું તમે જાણો છો કે રામદેવ પીરને રામદેવ પીરની ખ્યાતિ કોને અને કેવી રીતે મળી?

રામાપીરના દર્શન કરવા માટે કોઈપણ નાત જાતના ભેદભાવ વગર દરેક ધર્મના લોકોને મંદિરમાં પ્રવેશ આપવામાં આવે છે. રામાપીરના દર્શન કરવા માટે હિન્દૂ, મુસ્લિમ બંને ધર્મના લોકો આવે છે. એવું કયા કારણથી આજે એક હિન્દૂ વ્યક્તિ મુસ્લિમ સમુદાયના લોકોનું આસ્થાનું કેન્દ્ર બની ગયા.

રામદેવ પીરના ગામનું નામ રુણીચા હતું અને તેમના પરચાઓની વાતો દૂર દૂર સુધી ફેલાઈ હતી. ઘણા લોકોને આ વાત પસંદ ન હતી એકવાર કોઈ એ મક્કાના મોલવીઓને કહ્યું કે ભારતમાં એક એવા પીર નો જન્મ થયો છે કે જે અંધારાની આંખો સાજી કરે છે. અપંગોને ચાલતા કરી દે છે. મરેલાને નવું જીવન આપે છે. આ વાત સાંભરીને મક્કાથી પાંચ ચમત્કારિક પીરએ ભારત આવવાનું નક્કી કર્યું.

પાંચ પીર પણ બાબા રામદેવ પીરની શક્તિની ચકાસણી માટે ખુબજ ઉત્સુક થઇ ગયા અને થોડા જ દિવસોમાં મક્કાથી રુણીચા આવવા નીકળી ગયા. રસ્તામાં જ આ પાંચે પીરની મુલાકાત રામદેવ પીર સાથે થઇ.

પીરો રામદેવ પીરને પૂછ્યું કે રુણીચા અહિયાંથી કેટલું દૂર છે. ત્યારે રામદેવ પીરે કહ્યું કે ભાઈ સામે જે ગામ દેખાય એ જ રુણીચા છે. રામદેવ પીરે તેમને રુણીચા આવવાનું કારણ પૂછ્યું ત્યારે તેમને કહ્યું કે અમારે રામદેવ પીરને મળવું અને તેમની પીરાઇ જોવી છે.

ત્યારે રામદેવ પીરે કહ્યું કે હે પીરજી હું જ રામદેવ છુ. આજ્ઞા કરો કે હું તમારી કઈ રીતે સેવા કરી શકું છુ. આ પછી રામદેવ પીર પાંચે પીરોને ઘરે જમવા માટે લઇ ગયા. પીરો માટે રામદેવ પીરના ઘરે અલગ અલગ મિસ્ટાન્ન બનવવામાં આવ્યા અને પાથરણા પથરાય.

જયારે પાંચે પીરો જમવા માટે બેસ્યા ત્યારે એક પીરે કહ્યું કે અરે અમે તો અમારા જમવાના કટોરા મક્કામાં જ ભૂલી ગયા અમે તેમાં જ જમીએ છીએ એવો અમારો નિયમ છે. જો કટોરા મળશે તો જ અમે જમશું.

ત્યારે રામદેવ પીરે પણ કહ્યું કે અમારો પણ નિયમ છે કે ઘરે આવેલા મહેમાનને અમે ભોજન કર્યા વિના જવા નથી દેતા. આ બોલતાની સાથે જ પીરો સામે તેમના કટોરા આવી ગયા. આ જોઈને પાંચે પિરોએ તેમને કહ્યું કે તમે પીરોના પીર છો. આ રામદેવપીરને રામદેવ પીરની ઉપાધિ મળી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!