રાજસ્થાનમાં જન્મેલા રામદેવ પીરના અપાર પરચાથી આજે ગુજરાતના ગામે ગામ પૂજાય છે. આજે પણ લોકોને તેમના પરચા થાય છે.
આજે અમે તમને રામદેવ પીરના ચમત્કારિક પરચા વિષે જણાવીશું. મોટા ભાગના લોકો નહિ જાણતા હોય કે રામદેવ પીર નો જન્મ રાજસ્થાનના એક ગામમાં થયો હતો પણ આજે રામદેવ પીર ગુજરાતના ગામે ગામ પૂજાય છે.
તેમને ગુજરાતમાં પણ ઘણા ચમત્કારિક પરચા આપ્યા હતા અને આજે પણ તેમની પાસે ગયેલા દુખીયા ખાલી હાથે પાછા નથી આવતા. આવો જ એક પરચો તેમને જામનગરના કાલાવાડ નજીકના ગામમાં વર્ષો પહેલા આપ્યો હતો.
આજે આ સ્થળ આજે જુના રણુજા તરીકે ઓળખાય છે. કહેવામા આવે છે કે હીરા ભાઈ ભરવાડ નામના એક વ્યક્તિ આ જગ્યા પર ઘેટાં બકરા ચરાવતા હતા. તેમને રામદેવ પીરમાં ખુબજ આસ્થા હતી.
ત્યારે તેમની ભક્તિથી પ્રસન્ન થઇ ને તેમને અહીં સાક્ષાત દર્શન આપ્યા હતા. ત્યાર પછી હીરા ભાઈએ અહીં રામદેવ પીરની નાની ડેરી બનાવી હતી. આ પછી તેમને અહીં રોજ પૂજા કરવાની શરુ કરી અને ઓળખાય હીરા ભગત તરીકે.
આજે પણ આ જગ્યાએ હીરા ભગતનો ધુણો આવેલો છે. જેના દર્શન માટે ભક્તો અહીં દૂર દૂરથી આવે છે. આ જગ્યા જુના રણુજા તરીકે ઓળખાય છે. આ મંદિરમાં હીરા ભગતની સમાધિ પણ આવેલી છે.
આ મંદિરમાં તમે દર્શન કરવા માટે જશો ત્યારે તમને ત્યાં ઘણા નાના બાળકોના ફોટા જોવા મળશે. માન્યતા છે કે જે લોકોના છોકરા નથી થતા એ લોકો રામદેવ પીરની માનતા માને છે. જયારે તેમની માનતા પુરી થાય છે. ત્યારે લોકો પોતાના બાળકનો ફોટો અહીં મંદિરની દીવાલ પર લગાવે છે. અહીં મંદિરોમાં કોઈપણ દાન લીધા વિના ભક્તોને ભોજન કરાવવામાં આવે છે.