રામ મંદિરના નિર્માણ માટે ૫૪૦૦ કરોડ રૂપિયાનું દાન ભેગું થઇ ગયું, જાણો હજુ કેટલું દાન આવશે…

આપણે જાણીએ છીએ ભગવાન રામની ભૂમિમાં ટ્રસ્ટ દ્વારા મંદિરનું નિર્માણ ચાલુ છે અને તેવામાં ભારતભરમાંથી દાન એકત્રિત થઇ રહ્યું છે જેમાં ટ્રસ્ટ સંચાલિત ભંડોળ શરણાગતિ અભિયાનમાં હાલ સુધીમાં કુલ ૫૪૫૭.૯૪ કરોડની રકમ દાનમાં એકત્રિત થઇ ગઈ છે.

અને હજી સુધી આ સંખ્યા નક્કી નથી થઇ કેમ કે,ત્યાં હાલ જિલ્લાવાર ઓડિટનું કામ હાલ સુધી પૂરું નથી થયું અને આ ખાલી એક અહેવાલથી રકમની ખબર પડી છે અને હજુ પણ તેની ગણતરી ચાલુ જ છે.

આ અહેવાલની પ્રમાણે દાનમાં મળેલી કૂપન્સ અને રસીદોએ ૨૨૫૩.૯૭ કરોડનું ભંડોળ એકત્રિત કરાયું છે અને તેવી જ રીતે ડિજિટલ માધ્યમથી ૨૭૫૩.૯૭ કરોડની રકમ ભેગી થઇ ગઈ હતી અને એસબીઆઈ-પીએનબી અને બીઓબીના બચત ખાતાઓમાંથી અંદાજિત ૪૫૦ કરોડ એકત્રિત કરવામાં આવ્યા છે.

તેની સાથે સાથે આ રસીદોનો ઉપયોગ કરતા વધુ માટે કરવામાં આવતી હતી.અને આ મંદિરના ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયએ તૈયાર કરાયેલા અહેવાલમાં કીધું હતું કે,

દસ રૂપિયાના કુપનમાંથી ૩૦.૯૯ કરોડ,સો રૂપિયાની કુપનમાંથી ૩૭૨.૪૮ કરોડ,સો રૂપિયાની કૂપનામથી ૨૨૫.૪૬ કરોડ અને રસીદોથી ૧૬૨૫.૦૪ કરોડ રૂપિયા દાનમાં આવ્યા હતા અને આમ મળીને કુલ રકમ ૨૨૫૩.૯૭ હતી.

રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહામંત્રી ચંપત રાયના આ બનાવેલા અહેવાલની અંદર એવું હતું કે,એક કરોડથી વધુ શરણાગતિ આપનારા રામ ભક્તોની સંખ્યા ૭૪ જેટલી થઇ છે,

એવી જ રીતે ૫૦ લાખ આપનારા ભક્તોની કુલ સંખ્યા ૧૨૭ છે,૨૫ થી ૫૦ લાખ આપવા વાળા ભક્તોની સંખ્યા ૧૨૩ છે,૧૦ થી ૨૫ લાખ આપનારા ભક્તોની સંખ્યા ૯૫૦ છે,અને તેવી જ રીતે ૫ થી ૧૦ લાખ આપનારા ભક્તોની સંખ્યા ૧૪૨૮ જેટલી છે અને તેમાં ૧ થી ૫ લાખ આપનારા ભક્તોની સંખ્યા ૩૧,૬૬૩ છે.

error: Content is protected !!