રાજ્ય સરકાર દ્વારા લોકડાઉનને લઈને લેવામાં આવ્યો મોટો નિર્ણય. જાણીલો બીજા નવા નિયમો વિષે.
આજે ગાંધીનગરમાં યોજવામાં આવેલી કોર કમિટીની બેઠકમાં લોકડાઉનને લઈને મોટા નિર્ણય લેવામાં આવ્યા છે. આજે રાત્રી કરફ્યુની મુદત પુરી થઇ રહી હતી તેને વધારીને 12 મેં સુધી લંબાવી દેવામાં આવી છે.
આની સાથે અત્યાર સુધી રાજ્યમાં 29 શહેરોમાં રાત્રી કરફ્યુ હતું જે વધારીને 36 શહેરોમાં કરી દેવામાં આવ્યું છે. રાજ્યના 36 શહેરોમાં રાત્રી કરફ્યુનો સમય રાતે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રહેશે.
આ મિટિંગમાં નવા 7 શહેરોમાં રાત્રી કરફ્યુ લગાવવામાં આવ્યું છે. જેમાં ડીસા, અંકલેશ્વર, વાપી, મોડાસા, રાધનપુર અને વિસનગરમાં રાત્રી કરફ્યુ લગાવાવમાં આવ્યું છે. અત્યાર સુધી 29 શહેરોમાં રાત્રી કરફ્યુ લગાવાયું હતું પણ કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા બીજા 7 શહેરોમાં રાત્રી કરફ્યુ લગાવાવનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અત્યાર સુધી લોકોમાં પણ લોકડાઉનને લઈને મોટી ચર્ચો થઇ રહી હતી કે લોકડાઉન આવશે કે નહિ? પણ રાજ્ય સરકારની કોર કમિટી દ્વારા લેવામાં આવેલા નિયમો પરથી સાફ થઇ ગયું છે કે ગુજરાતમાં કોઈ કારે લોકડાઉન લગાવવામાં નહિ આવે. રાત્રી કરફ્યુની મુદત જે આજે પુરી થઇ રહી હતી તેને 12 મેં સુધી લંબાવી દેવામાં આવી છે.