રાજકોટના આ મોટા ઉદ્યોગપતિએ ગરીબ બાળકો સાથે પોતાના જન્મદિવસની અનોખી ઉજવણી કરીને માનવતા મહેકાવી…

તમે ઘણી જગ્યાએ ગરીબ બાળકોને જોયા હશે અમુકવાર તો ઘણા લોકોને રસ્તા પર માંગતા પણ જોયા હશે. તેમને જોઈને આપણે પણ દયા આવે કે આવા બાળકોનું શું જીવન આવા બાળકોને પણ સારું ખાવાનું અને સારા કપડાં પહેરવાનો શોખ થતો હતો હશે.

પણ આવા બાળકોનું કોણ વિચારે. પણ રાજકોટથી એક એવી ખબર સામે આવી કે તેને બધા જ લોકોને વિચારતા કરી.મોટા ભાગના લોકો પોતાનો જન્મદિવસ હોટલમાં પાર્ટી આપીને પોતાના જન્મદિવસની ઉજવણી કરતા હોય છે.

rajkotna aa mota udhogpatie (1)

પણ રાજકોટના આ ઉદ્યોગપતિએ પોતાનો જન્મદિવસ કઈ એવી રીતે ઉજવ્યો કે જે આજે આખા ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો છે. રાજકોટના અગ્રણી ઉદ્યોગપતિ ધીરુભાઈ સોરઠીયાએ અનોખી રીતે પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી.

તેમને મોંઘી હોટલોમાં પોતાનો જન્મદિવસ ઉજવવાની જગ્યાએ ગરીબ બાળકો સાથે પોતાના જન્મદિવસની ઉજવણી કરવાનું નક્કી કર્યું હતું. તેમને ગરીબ ઘરના બાળકોને મોંઘી મોંઘી ગાડીઓમાં બેસાડીને શહેરના અલગ અલગ વિસ્તારમાં ફેરવ્યા હતા.

rajkotna aa mota udhogpatie (3)

અને તેમને ખુબજ મજા કરવાની હતી અને પછી બાળકોને એક પાર્ટી પ્લોટમાં લઈને જવામાં આવ્યા હતા.ત્યાં તેમની સાથે ઉદ્યોગપતિ ધીરુભાઈ સોરઠીયાએ તેમની સાથે કેક કટિંગ કરી તેમને ભર પેટ ભોજન જમાડીને તેમના ઘરે પાછા મોકલવામાં આવ્યા હતા. આવી રીતે ગરીબ બાળકો સાથે પોતાનો જન્મદીવસ મનાવીને પોતાની સાથે સાથે ગરીબ બાળકોનો દિવસ ખાસ બનાવીને માનવતા મહેકાવી.

rajkotna aa mota udhogpatie (2)

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

error: Content is protected !!