રેમડેસીવીર પછી આ દવાની અછત હાલમાં રાજકોટમાં સર્જાઈ રહી છે…

હાલ દેશમાં કોરનાં ખુબ મોટા પ્રમાણમાં ચાલી રહ્યો છે તેનાથી દેશના તમામ દવાખાનું ઉભરાઈ રહ્યા છે. જેમાં લોકોને હોસ્પિટલમાં બેડ પણ નથી મળી રહ્યા. તેની સાથે સાથે ઓક્સિજન પણ ખુબ ઓછા પ્રમાણમાં મળી રહ્યો છે. લોકોને હાલ રેમળેસીવીર ઈંજેક્શન માટે પણ બહું મોટી તકલીફનો સામનો કરો પડી રહ્યા છે.

જેની સાથે સાથે ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં પણ કોરોનાના કેસોમાં સતત વધારો થઇ જાય છે. તેની વચ્ચે લોકોને હોસ્પિટલમાં આવવા માટે પહેલા ૧૦૮ પણ નહતી મળી રહી અને સરકારે નવા નિયમ પ્રમાણે હવે દર્દીઓ કોઈ પણ સાધનમાં આવી શકશે. હાલ રેમડેસીવીર ઇન્જેક્શન પછી હાલ ગુજરાતના રાજકોટમાં એન્ટી વાયરલની ફેબીફલૂ દવા પણ નથી મળી રહી.

આ ફેબીફલુની અછત સર્જાતા રાજકોટ ના કેમિસ્ટ એસોસિએશનએ આગળ એસોસિએશનમાં વાત કરી હતી. રાજકોટના તમામ મેડિકલ સ્ટોરમાં આ ફેબીફલુની અછત વર્તાઈ છે.

તેની સાથે સાથે મુખ્ય એજન્સીઓ એવું જણાવી રહી છે કે અમારી પાસે માલ નથી. રાજકોટમાં કોરોનાના વધારે કેસો હોવાથી અહીંયા દર્દીઓને અને તેમના સગાઓને ઘણી મોટી તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે.

કોરોનાની સંજીવની ગણાતા રેમડેસીવીર ઇન્જેક્શનમાં પણ હાલ અછત સર્જાઈ છે, તો તેની સાથે છેલ્લા બે દિવસોથી ફેબીફલુમાં પણ અછત જોવા મળી રહી છે. તેમાં કેમિકલ એન્ડ ડ્રગ વિભાગે તાત્કાલિક ધોરણે મેડીકલોને આનો પુરવઠો મળી રહે તેની વ્યવસ્થા કરી છે.

error: Content is protected !!