રાજકોટમાં હોસ્પિટલની બહાર એમ્બ્યુલસ પછી હવે ખાટલાની લાઈનો લાગી.

રાજકોટથી એક કરુણ ઘટના સામે આવી છે.જ્યાં હોસ્પિટલમાં દર્દીને બેડ ન મળતા દર્દી ઘરેથી જ ખાટલો લઈને આવવા માટે મજબુર થઇ ગયા છે.દર્દીના ખાટલા સાથે ઓક્સિજન પણ લગાડવામાં આવ્યો હતો.સરકારે પૂરતા પ્રમાણમાં હોસ્પિટલોમાં બેડની વ્યેવસ્થા ન કરતા દર્દીઓ હવે ઘરેથી જ ખટલા લઈને આવવા લાગ્યા છે.

રાજકોટની ચૌધરી હોસ્પિટલમાંથી આવા કરુણ દ્રશ્યો બહાર આવ્યા છે.કે લોકો હવે પોતાની સારવાર માટે ઘરેથી જ ખાટલા સાથે લાવી રહ્યા છે અને દર્દીઓને હોસ્પિટલની બહાર જ ઓક્સિજન ચઢવવામાં આવી રહ્યા છે.

આ ખુબજ કરુણ પરિસ્થિતિ કહી શકાય.જેમ રાજકોટના કોરોનાના કેસો વધી રહયા છે.અત્યાર સુધી હોસ્પિટલની બહાર એમ્બ્યુલસની લાઈનો તો લાગતી હતી અને હવે એવું લાગી રહ્યું છે કે હવે ખાટલાની પણ લાઈનો લાગશે.

આ ઘટનાનો વિડીયો હાલ સોસીયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે.આ વીડિયોમાં તમે સિવિલ હોસ્પિટલ બહારના દ્રશ્યો જોઈ શકો છો કે હવે પરિસ્થિતિ એટલી હદે ખરાબ થઇ રહી છે કે કોરોનાના દર્દીઓને હોસ્પિટલની બહાર ખાટલા ઉપર જ ઓક્સિજન ચઢાવવામાં આવી રહ્યું છે.

કારણ કે હોસ્પિટલોમાં એટલું વેટીંગ ચાલી રહ્યું છે કે 2 કલાક પછી દર્દીઓનો વાળો આવે છે અને જે દર્દીની હાલત ખુબજ ગંભીર હોય છે અને જે દર્દીને તાત્કાલિક સારવારની જરૂર હોય છે તેમને હોસ્પિટલની બહાર જ સારવાર આપવામાં આવે છે.

error: Content is protected !!