રાજભા ગઢવીએ માલધારીઓ માટે સરકારશ્રીને કરી આ નમ્ર અપીલ…
થોડા દિવસો અગાઉ તાઉતે વાવાઝોડાએ તેનો મોટો કહેર વરસાવ્યો હતો, અને તેની સપેડમાં સૌરાષ્ટ્રના કેટલાય નિર્દોષ લોકોના જીવ ગયા છે. સૌરાષ્ટમાં મોટા ભાગના ખેડૂતોને નુકસાન થયું છે. તેવામાં સરકારે ખેડૂતોના નુકસાનને પહોંચી વળવા માટે રાહત પણ આપી છે.
તેવામાં હાલ આપણા લોકસાહિત્યકાર એવા રાજભા ગઢવીએ એક વિડિઓ મૂકીને સરકારને ગીરના માલધારીઓને મદદ કરવા માટે અપીલ કરવામાં આવી રહી છે. આ વિડિઓમાં તેઓએ ગીરના માલધારીઓની વેદના શેર કરી હતી,
જેમાં સૌથી પહેલા પશુઓને ઘાસચારો પહોંચાડવાની માંગ કરી છે. જો સરકાર ઘાસચારો ના પહોંચાડે તો હજારો પશુઓ મરશે તેવું રાજભા ગઢવીએ કહ્યું હતું. તેઓએ એવું પણ કહ્યું હતું કે ગીરના લોકોએ સરકાર પાસે આ પહેલી વખતે મદદ માંગી છે તેવું પણ કહ્યું હતું.
તેઓએ એવું પણ કહ્યું હતું કે, હાલમાં આ પશુઓ વડાઓની બહાર પણ નઈ જઈ શકે તેવી સ્થિતિ બની ગઈ છે. તો સરકાર શ્રીને નમ્ર અપીલ છે કે, તેઓ જલ્દીથી તેમના ગોડાઉનથી ટ્રેકટર અને ખટારા ભરીને ઘાસ મોકલાવે નઈ તો આ મૂંગાં જીવો શું કરશે. જેથી તમે વહેલી અને પહેલી તકે માલધારીની આટલી સેવા કરે.