ભેંસો ચરાવતો અને એકપણ ચોપડી ન ભણેલો છોકરો કઈ રીતે બન્યો રાજભા ગઢવી આખી સફળ જાણીને તમને પણ કઈ કરવાની ઈચ્છા થશે.

આજે અમે તમને ગીરના સાવજ ના નામથી ઓળખતા હાસ્ય કલાકાર રાજભા ગઢવી વિષે જણાવીશું. એ રાજભા ગઢવી કે જે એક પણ ચોપડી ભણ્યા ન હોવા છતાં છંદ અને દુહાઓ ગાઈને લોકોનું મનોરંજન કર્યું છે.

આજે લાખો લોકો તેમના ચાહકો છે. તેમના માતા પિતા ખેતી કરીને પોતાના ઘરનું ગુજરાન ચલાવતા હતા તેમની પરિસ્થિતિ એટલી ખરાબ હતી કે તેમના ઘરે લાઈટ પણ ન હતી.

પણ કહેવામાં આવે છે કે જેના માટે નસીબે જે નક્કી કર્યું છે તે તેને મળીને જ રહેશે. તેમના ગળામાં સ્વયંમ સરસ્વતી બિરાજતા હોય તેવો મધુર અવાજ હતો. તેઓ પોતાના પિતા જોડે ભેંસો ચરાવવા પણ જતા હતા. તેમને સાહિત્યમાં રસ રેડિયો પર આવતા કાર્યક્રમોને સાંભરીને આવ્યો. એકવાર તેમના એરિયામાં લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.

રાજભા પણ લોકડાયરો જોવા અને સાંભરવા માટે ગયા હતા પણ કોઈ કારણોસર કલાકારો થોડા મોડા પડ્યા એટલે કાર્યક્રમમાં હોબાળો થવા લાગ્યો અને રાજભાને સ્ટેજ પર જવાનો મોકો મળ્યો તેમને સ્ટેજ પર ચઢીને એવી ધૂમ મચાવી કે તેમની એક કલાકાર તરીકે ઓળખ સ્થાપિત થઇ અને આજુ બાજુના ગામમાં તેમને નાના પ્રોગ્રામોમાં લોકો તેમને બોલવા લાગ્યા.

રાજભાએ નક્કી કર્યું કે જયારે પણ મને મોટો પ્રોગ્રામ મળે ત્યારે હું તેના 50 ટકા રૂપિયા દાન કરીશ. તેમને પ્રોગ્રામમાં 250 રૂપિયા મળી મર્યા હતા તેમનાથી 125 રૂપિયા તેમને દાન કાર્ય હતા.

તેમના જીવનમાં મોટો વળાંક આવ્યો કે મોરારી બાપુના પ્રોગ્રામમાં તેમને પોતાના અવાજથી બધાને મંત્રમુગ્ધ કરી દીધા. ત્યાર પછી મોરારી બાપુ રાજભાને તેમની સાથે પ્રોગ્રામ કરવા માટે સાઉથ આફ્રિકા લઇ ગયા હતા. ત્યાર પછી રાજભા એ કદી પાછળ ફળીને નથી જોયું.

error: Content is protected !!