કોરોના વોરિયર્સની જ સરખી સારવાર નથી થઇ રહી તો સામાન્ય લોકોનું તો?, અમદાવાદની જાણીતી હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી.

કોરોનામાં હોસ્પિટલ તંત્રના બેદરકારીના ઘણા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. અમદાવાદની જાણીતી સિમ્સ હોસ્પિટલની બેદારકારિકનો વિડીયો સોસીયલ પર ખુબજ વાઇરલ થઇ રહ્યો છે. સિમ્સ હોસ્પિટલના ડોક્ટરની ઘોર બેદરકારી સામે આવી છે. સિમ્સ હોસ્પિટલમાં દાખલ ગુંજન શાહનો વિડીયો હાલ સોસીયલ મીડિયા વાઇરલ થઇ રહ્યો છે.

ઓક્સિજન લેવલ ડાઉન થતા બોલવા છતાં પણ કોઈ હોસ્પિટલ સ્ટાફ આવ્યો ન હોવાનો આરોપ લગાવ્યો છે. હોસ્પિટલમાં દાખલ દર્દીઓ પર તંત્ર ધ્યાન નથી આપતું એવો પણ આરોપ લગાવવામાં આવ્યો છે.

ડોકટર ગુંજન શાહને કોરોના થતા તબિયત લથડતા તેમને સિમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને ત્યાં યોગ્ય સારવાર ન મળતા તેમને પોતાનો એક વિડીયો બનાવીને સોસીયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો.

ડોક્ટર આ વીડિયોમાં કહી રહ્યા છે કે મારુ ઓક્સિજન લેવલ ઘટી ગયું કે હું ક્યારનીય બેલ વગાડી રહી છુ પણ કોઈ ડોક્ટર કે મેડિકલ સ્ટાફ જોવા માટે નથી આવ્યો. મારે ક્યારનું ય બાથરૂમ જવું છે પણ આ હોસ્પિટલના લોકોને દર્દીઓની કઈ જ નથી પડી.

મારુ ઓક્સિજન લેવલ ડાઉન છે તો પણ માટે મારો ઓક્સિજન સપોર્ટ કાઢીને બાથરૂમ જવું પડ્યું હતું કારણ કે કોઈ આવી જ નથી રહ્યું. જો ખાનગી હોસ્પિટલો માંજ આવી હાલત હોય તો બીજી તો વાત છોડે.

error: Content is protected !!