પ્રેમીને ઘરે બોલાવ્યો અને પછી જે થયું તે જોવા લાયક હતું. જુઓ..

અત્યારે પ્રેમના કેટલાક કિસ્સો બનતા જ રહેતા હોય છે અને તેમાં કેટલાક ખોટા સબંધોથી લોકોને ખોટા પગલાં ભરવા પડે છે અને તેથી જ તેઓ બરબાદ પણ થઇ જતા હોય છે,તેવો એક ચોંકાવનારો કિસ્સો અમદાવાદમાંથી બહાર આવ્યો છે.

આ કિસ્સઓએ અમદાવાદના ચાંદખેડા વિસ્તારનો છે અને ત્યાં રહેતા એક ૩૦ વર્ષીય યુવક કે જેનું નામ મિનેષ (નામ બદલેલ છે) આ યુવકે પ્રતીક નામના વ્યક્તિની વિરુદ્ધ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરી છે આ મામલા માં એવું બન્યું હતું કે,બે દિવસની અગાઉ મીનેશે તેની પત્ની રિયાને કહ્યું હતું કે મારે તારી સાથે નથી રહેવું આટલું કહેવાની સાથે રિયાએ પ્રતીકને ફોન કરીને બોલાવ્યો હતો અને તેને તેમના ઘરે તેમના સંબંધની અંગે સ્પષ્ટતા કરવાની માટે બોલાવ્યો હતો.

પ્રતીકને બોલાવતા તે આવ્યો હતો અને તેના હાથમાં છરી પણ હતી તે જયારે મિનેષના ઘરે આવ્યો ત્યારે મિનેષના પિતા બહાર ઉભા હતા અને જયારે પ્રતીક ઘરમાં આવ્યો અને મિનેષ કઈ બોલે તેની પહેલા તો તેને મિનેષની ઉપર હુમલો પણ કર્યો હતો અને આ મામલાની વચ્ચે પડતા તેના પિતાને છરીના ઘા વાગી ગયા હતા.

પ્રતીકે મિનેષ અને તેના પિતાને માર પણ માર્યો હતો અને ત્યાં હોબાળો પણ થઇ ગયો હતો,તેવામાં પ્રતીક બૂમો પાડીને કહેતો હતો કે તારી પત્નીની સાથે અફેર થયું છે તારાથી થાય એ કરી લેજે.ત્યારબાદ મિનેષ તેના પિતાને સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ ગયા હતા અને ત્યારબાદ પોલીસને ફરિયાદ પણ કરવામાં આવી હતી અને જેમાં પોલીસે પ્રતીકની વિરુદ્ધ મારામારીનો ગુનો નોંધીને આગળની તપાસ ચાલુ પણ કરી હતી.

error: Content is protected !!