રાત્રે એક યુવક તેની પ્રેમિકાને મળવા ગયો હતો, યુવક પકડાઈ ગયો અને જે થયું…

આખી દુનિયામાં કેટલાય કિસ્સાઓ બનતા જ રહેતા હોય છે, જેમાં હાલની આવી સ્થિતિમાં ચોરી, લૂંટ અને પ્રેમ પ્રકરણના કેટલાય કિસ્સાઓ બને જ છે. જેમાં આ પ્રેમ એવો છે કે તેને કોઈ જાત કે ઉંમર નડતી નથી.

પ્રેમી પંખીડા સાત સમુંદર પાર કરીને પોતાના પ્રેમીને મળવા માટે પણ જતા હોય છે. એવામાં કેટલાક પ્રેમીઓ પકડાઈ પણ જતા હોય છે. આવી રીતે પકડાઈ જઈને તેમને પ્રેમીને મળવાની મોટી કિંમત ચૂકવવી પડે છે.

તેવામાં એક કિસ્સો બનાસકાંઠાના છેવાડા તાલુકાના લાખડી નજીક કુડા ગામનો યુવક તેની પ્રેમિકાને મળવાની માટે કોટડા ગયો હતો. આ યુવક તેની પ્રેમિકાને મળવા ગયો હતો

અને ત્યાં ગ્રામજનોના હાથે તે પકડાઈ ગયો હતો અને તેથી તેનો એક વિડિઓ હાલમાં વાયરલ પણ થયો હતો. આ પકડાઈ ગયેલા યુવકને ટકલુ કરીને તેનો એક વિડિઓ વાયરલ કરવામાં આવ્યો હતો.

આ મામલાનો વિડિઓ પુરજોશમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આ બાબતે કોઈ પણ પોલીસ ફરિયાદ નહતી નોંધાઈ. આવા કેટલાક કિસ્સાઓ ગુજરાતમાં બનતા જ રહેતા હોય છે અને લોકો તેની જાતે જ સજા ફટકારતા હોય છે. આવામાં કેટલીક સજાઓ એવી જ હોય છે કે જેમાં લોકોએ જીવ પણ ગુમાવવો પડતો હોય છે.

error: Content is protected !!