પ્રેમ કરવો હોય તો આવો કરો, મોડાસાના આ દાદા છેલ્લા ૧૨ વર્ષથી લકવાગ્રસ્ત પત્નીની સેવામાં દિવસ રાત એક કરી દીધો છે.
ગઈકાલે પ્રેમનો દિવસ વેલેન્ટાઈન ડે હતો, યુવાનોએ ઘણી રીતે આ પ્રેમના દિવસની ઘણી રીતે ઉજવણી કરી હતી. પણ એવું નથી કે તમે કોઈને ગુલાબ આપી કે ગિફ્ટ આપી પ્રેમની ઉજવણી કરી શકો છો.
તમને આજે અમે મોડાસાના એવા દંપતી વિષે જણાવીશું કે તેમના વિષે જાણીને તમે પણ બોલી પડશો કે સાચો પ્રેમ તો આને કહેવાય. મોડાસાના જસવંતભાઈ બેન્કમાં નોકરી કરતા હતા,
હાલ તેઓ રિટાયર્ડ જીવન જીવે છે. રિટાયર્ડમેન્ટના બે વર્ષ પછી જ જસવંત ભાઈની પત્ની જયા બેનને પગમાં તકલીફ થતા તેમને લકવો પડી ગયો હતો અને આજે તે પોતાના પગથી સદંતર ચાલી નથી શકતા પોતાના હાથે કોઈ કામ નથી કરી શકતા. આજે તે વાતના ૧૨ વર્ષ વીતી ગયા છે અને જસવંત ભાઈ છેલ્લા ૧૨ વર્ષથી,
થાક્યા વગર પોતાની બીમાર પત્નીની સેવા કરે છે. તેમને નવડાવવાથી લઈને ખવડાવવું અને ઘરના બધા જ કામો તે જાતે કરે છે. એવું નહિ કે એક બે દિવસ પણ જસવંત ભાઈ છેલ્લા ૧૨ વર્ષથી આ કામ કરે છે. આવી સેવા તો જો સાચો પ્રેમ હોય તો જ શક્ય બની શકે છે. નહિ તો આવી સેવા કરવી બધાના હાથની વાત નથી. આ દંપતી આમતો સાચા અર્થમાં વેલેન્ટાઈન ડે ઉજવે છે.
આજે પ્રેમ તો સ્વાર્થ બની ગયો છે. લોકો આજે સ્વાર્થ માટે એકબીજાની સાથે રહે છે. જયારે સ્વાર્થ પૂરો તો પ્રેમ પણ પૂરો, આ દંપતી આજના યુવક યુવતી માટે એક મોટી સબક છે કે કોઈને પ્રેમ કરવો જ હોય તો આવો કરો નહિ તો ના કરવો જોઈએ.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.