એક સસરા તેમના દીકરાની વહુને જોઈને મોં ફેરવી લેતા હતા, એક દિવસ આ વહુએ જે કર્યું એ ખરેખર જોવા જેવું હતું…

વ્યક્તિઓ તેમના જીવનમાં મોટી મોટી મુસીબતોનો સામનો કરતા હોય છે. આ વાત જાણીને તમારા પણ હોશ ઉડી જશે, જેમાં બે ગાઢ મિત્રો એકનું નામ ડાહ્યાલાલ અને બીજાનું નામ વિનોદરાય હતું.

એક વાર વિનોદરાયની દીકરી શિરાની કોલેજ ફી ભરવા માટે મિત્ર ડાહ્યાલાલ પાસે ગયા હતા અને ડાહ્યાલાલને આ વાત કરી તો, ડાહ્યાલાલે પૈસા તો આપ્યા અને કીધું હું આ પૈસા પાછા નઈ લઉં પણ તારી દીકરીને મારા દીકરાની વહુ બને તેટલું જ જોઈએ છે.

ત્યારબાદ આ સગાઇ કરવામાં આવી હતી, અને શીરાનું ભણવાનું પૂરું થયું અને તેના બે જ મહિનામાં શાલીનની વહુ બનીને અહીંયા આવી હતી. ડાહ્યાલાલના પરિવારમાં તેઓ ત્રણ જ લોકો હતા.

શીરા અને શાલીનનું લગ્ન જીવન બરાબર ચાલી રહ્યું હતું, શીરાના લગ્ન જીવનને ત્રણ વર્ષ પુરા થયા અને તેનો ખોરો ખાલી હતો એટલે ડાહ્યાલાલ શીરાની સામે મોઢું ફેરવી લેતા હતા. એવામાં એક દિવસ વિનોદરાય દીકરીના ઘરે આવ્યા પણ તેવામાં ડાહ્યાલાલે વિનોદરાયને જોઈને મોઢું ફેરવી લીધું હતુ અને ઘરની બહાર પણ જતા રહ્યા હતા.

વિનોદરાય આ દ્રશ્ય જોઈને ગળગળા થઇ ગયા હતા, ત્યારબાદ વિનોદરાય પણ બહાર બગીચામાં ગયા અને ડાહ્યાલાલને ખભે હાથ મુક્યો. આ બંને કઈ બોલી તો ના શક્ય પણ ત્યારબાદ તેઓએ ત્યાંથી નીકર્યા અને એક રીક્ષા પકડી તેવામાં બંને ચુપચાપ રિક્ષામાં બેસી જ રહ્યા હતા

અને અચાનક એક ટ્રકે ટક્કર મારી અને બંને વેવાઈ આ એક્સિડન્ટમાં ગવાયા અને ઘણું વાગ્યું જેથી બંને બેભાન થઇ ગયા હતા. ત્યાર બાદ તેઓને હોસ્પિટલમાં લઇ જવાય અને ડાહ્યાલાલને હોશ આવ્યો તો શિરા તેમના પગે બેસેલી હતી, અને હોશ આવેલો જોતાંની સાથે જ ડોક્ટરને બોલવા ગઈ.

એટલામાં શાલીન આવ્યો અને ડાહ્યાલાલને એવું કહ્યું કે, તમારો એક્સીડંટ થઇ ગયો હતો અને તમારે બંનેને લોહીની જરૂર હતી. તમારું, વિનોદ પપ્પાનું અને શીરાનું લોહી ગ્રુપ એક જ છે અને શિરા કોઈ એકને જ લોહી આપી શકે તેમ હતુ અને શિરાએ તમને પહેલા લોહી આપ્યું છે,

તેને તેના પિતાજીની પહેલા તમને હાલમાં પિતાજી માનીને લોહી આપ્યું છે. જેથી હું વિનોદ પપ્પાની માટે બહારથી લોહી લેવા ગયો અને અત્યારે તેઓ જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે.

તેમ છતાં શિરાએ તમને લોહી આપ્યું. તો ડાહ્યાલાલે શિરાને રૂમમાં બોલાવી અને તેની માથે હાથ મૂકીને માફી પણ માંગી હતી. તેઓને એ વાતનો પસ્તાવો થયો કે હું જે રીતે તેની સાથે વર્તતો હતો એ ખુબ ખરાબ હતું, તે મારી માટે એટલું બધું વિચારે છે.

error: Content is protected !!