જાણો એવું તો કયું કારણ હતું કે વર અને વધુને PPE કીટ પહેરીને લગ્ન કરવા પડ્યા.

કોરોનામાં લગ્ન કરવાની રીત જ બદલાઈ ગઈ છે. એવામાં આ વર્ષે લગ્નના મુરત પણ ઓછા છે. એવામાં રતલામમાં થયેલા એક લગ્નની હાલ ખુબજ ચર્ચા થઇ રહી છે. આ લગ્નમાં વર વધુએ PPE કીટ પહેરીને લગ્ન કર્યા હતા.

પ્રશાસનને જાણકારી મળી હતી કે શહેરના એક હોલમાં લગ્ન થઇ રહ્યાં છે અને વરરાજા કોરોના પોઝેટીવ છે. આ માહિતી મળતા જ પ્રશાસન આ લગ્ન રોકવા માટે લગ્ન હોલમાં પહોંચ્યા હતા.

વરરાજાનો કોરોના રિપોર્ટ 19 એપ્રિલના દિવસે પોઝેટીવ આવ્યો હતો. તેમ છતાં તે લગ્ન કરી રહયો હતો. પ્રશાશન દ્વારા આ લગ્ન રોકવા માટે કહ્યું હતું પણ પરિવારના લોકોએ આજીજી કરીને લગ્ન પતાવ્યા હતા. પછી અધિકારીઓ એ આ લગ્ન કરવાની છૂટ આપી હતી. પણ એવા એક શરત મુકવામાં આવી હતી કે વર અને દુલ્હને PPE કીટ પહેરીને લગ્ન કરવા પડશે.

આ શરત પર બંને પરિવારના લોકો સંમત થઇ ગયા હતા અને PPE કીટ પહેરીને બંનેએ લગ્ન કર્યા હતા. આ લગ્નમાં કુલ 8 લોકો હર્જ રહ્યા હતા. સાદગીથી થયેલા આ લગ્નમાં બંને પરિવારના સભ્યો ખુબજ ખુશ હતા.

પરિવારના બીજા બધા સદસ્યોએ વિડીયો કોલ મારફતે વર અને કન્યાને આશીર્વાદ આપ્યા હતા અને આ બંને કહ્યું કે PPE કીટ પહેરવાનો માત્ર ઉદેશ્યએ હતો કે સરકારના નિયમોનું પાલન થાય અને બીજા લોકોને કોરોના ન થાય.

error: Content is protected !!