આ દીકરી પોતાનું સપનું પૂરું કરવા માટે છેલ્લા ૭ વર્ષથી પોતાના પરિવારથી દૂર રહીને પોતાનું સપનું સાકાર કરવા માટે મહેનત કરી રહી છે, તો પણ છેલ્લા ૭ વર્ષથી તેનું સપનું અધૂરું જ છે.

ઘણા બાળકોનું સપનું હોય છે કે જે મોટા થઈને એક સરકરી અધકારી બને. બાળકો સરકારી અધિકારી બનવા માટે ખૂબ મહેનત પણ કરતા હોય છે. આજે અમે તમને એક એવી હિંમતવાન દીકરી વિષે જણાવીશું કે જેનું સપનું છે કે તે એક સરકારી અધિકારી બને આજે તે દીકરી પોતાના સપનાને સાકાર કરવા માટે એટલી મહેનત કરી રહી છે કે જેને જોઈને તમને પણ થશે કે આ દીકરીનું સપનું તો પૂરું થવું જ જોઈએ.

આ દીકરીનું નામ સરોજ છે અને તે રાજસ્થાનની રહેવાસી છે. સરોજનું બાળપણ સપનું હતું કે તે એક સરકારી અધિકારી બને. સરોજ પોતાના ઘરેથી અહીં અધિકારી બનવા મને આવી છે એ તે છેલ્લા ૭ વર્ષથી દિલ્હીમાં રહીને અધિકારી બનવાનું સપનું પૂરું કરવા માટે મહેનત કરી રહી છે.

જયારે સરોજ કોલેજમાં હતી. ત્યારે તે દિલ્હીમાં તૈયારી કરવા માટે આવી ગઇ હતી. તૈયારી કરતા કરતા બે વર્ષનો સમય વીતી ગયો હતો. તો ઘરેથી પણ ફોન આવવા લાગ્યા હતા કે હવે લગ્ન કરીલે અને પોતાનું ઘર વસાવી લે. પણ તે કહેતી કે બસ મને એક વર્ષનો સમય આપી દો એમ કહી કહીને આજે ૭ વર્ષનો સમય થઇ ગયો છે. તો પણ સરોજ પોતાનું સપનું પૂરું નથી કરી શકી.

સરોજને વિશ્વાસ છે કે તે પોતાનું સપનું જરૂરથી પૂરું થશે. આજે સરોજ દિલ્હીમાં રહીને પોતાની તૈયારી કરે છે. મોટા ભાગનો સમય તૈયારીમાં જ જાય છે. સરોજ દિવસના ૧૨ કલાકનું વાંચન કરે છે અને પોતાની મિત્ર સાથે દિલ્હીમાં રહીને પોતાનું સપનું સાકાર કરવા માટે મહેનત કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!