સાસુમા તેમની વહુને ભેટી પડ્યા, તો વહુએ પોલીસ બોલાવી દીધી એવું તો શું થયું ?

આ દુનિયામાં કોઈ વ્યક્તિનું સારું થતું હોય તો તે બીજા કોઈ વ્યક્તિને નથી ગમતું અને આવા કેટલાય કિસ્સાઓ આપણી આજુબાજુએ થતા જ રહેતા હોય છે. તેવામાં એક એવો જ કિસ્સો હાલમાં જોવા મળ્યો છે, આ કિસ્સો તેલંગાંણાનો છે અહીંયા એક પરિવારમાં એક સાસુમાને કોરોના થયું હતો અને તેથી તેઓ કોરોનાની સારવાર લઇ રહ્યા હતા.

તેવામાં ખબર નઈ આ સાસુમાને શું થયું અચાનક તેમના દીકરાની વધુ તેમને મળી તો તેને તરત જ ગળે લગાવી દીધી હતી અને એવું કહ્યું કે, ”મારા ગયા પછી તમે લોકો સુખી થવાનું વિચારી રહ્યા છો એવું તો હું આ જનમમાં નઈ થવા દઉં”. આવી રીતે કહીને થોડા દિવસો વીત્યા હતા ત્યારબાદ વહુને પણ કોરોના થયો હતો જેથી આ વહુએ પોલીસમાં ફરિયાદ નોંધાવી દીધી હતી.

ત્યારબાદ આ વહુએ એવો આક્ષેપ પણ કર્યો હતો તેમની સાથે તેમના સાસરી વાળા ભેદભાવ રાખતા હતા અને જયારે તેમને કોવીડ થયો હતો તેવામાં આ વહુને ઘણી એવી ખરાબ રીતે વર્તતા હતા. આ બધા કંટારાથી વહુએ કંટારીને આ સાસુની વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!