એક માતા જે તેના બાળકની સાથે તેની ફરજ બજાવી રહી છે, માની મમતાની આગળ બીજું કઈ નથી
હાલ કોરોનાની સ્થિતિ બહુ જ ખરાબ થઇ ગઈ છે અને તેમાં તેની વચ્ચે કોરોના વોરિયર જે દિવસ અને રાત એક કરીને લોકોને બચાવવાની માટે તૈનાત થઇ ગયા છે તેવામાં એક તમારી છાતી ગજ ગજ ફૂલી જાય તેવી એક તસવીએ નજર સામે આવી આવી છે જેમાં એક માતા તેના બાળકની સાથે તેની ફરજ નિભાવી રહી છે.
આ સમગ્ર મામલો પંચમહાલ જિલ્લાનો છે કે જય મોરવા વિધાનસભાની ચૂંટણીમાં આ માતા તેના બાળકની સાથે ફરજ બજાવી રહી છે અને ત્યાં આ મહિલા તેના નાના ભુલકાની સાથે તેની ફરજ નિભાવી રહી છે.આ મહિલાનું નામ સુમિત્રા બારીયા છે તેઓ સીએચઓ તરીકે ની ફરજ બજાવી રહ્યા છે.
આ માતા પોતાના બાળકને છાતીએ રાખીને તેના કર્મ અને સિદ્ધાંતને વર્ગી રહી છે અને તેની સાથે સાથે તેમને લોકોની જોડે જોડે તેમના બાળકની પણ ચિંન્તા કરી રહી છે,આ મહિલાએ સીએચઓ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં કામ કરે છે.
અને તેમની ત્યાં ચૂંટણીમાં ફરજ પર મુકવામાં આવ્યા છે આ મહિલાનું એવું કહેવું છે કે, મારી સાથે મારુ નાનું એક બાળક પણ છે અને જેની ઉંમર ૧૦ મહિનાની છે,તેને ઘરે સાચવવા વાળું કોઈ નથી અને જેથી તેને મારે મારી સાથે લઈને ફરજ પર આવું પડે છે.
હાલમાં કોરોનાનો ડર એટલો બધો છે પણ શું કરીએ ફરજ પર તો જવું જ પડે અને તેની સાવચેતી માટે હું મારાથી થતા બધા જ પ્રકારના પ્રયત્નો પણ કરું જ છું અને તેની સારસંભાળ પણ રાખું જ છું.
આ બહેનની સાથે સાથે બીજા એક મહિલા પણ છે કે જેઓ,સગર્ભા અવસ્થામાં છે અને તો પણ તેઓ તેમની ફરજ બજાવી રહ્યા છે.આ બંને મહિલાઓને કોરોનાનો ચેપ લાગવાનો ડર છે તો પણ તેઓ નીડરતા પૂર્વક ફરજ બજાવી રહી છે.