આ પિતા પોતાને ખુબજ ભગ્યશાળી માને છે કે જેને પોતાની દીકરીને મેડમ કહીને સલામ કરવાનો મોકો મળ્યો.

દરેક માતાપિતા ઇચ્છે છે કે જે સપના તે પોતાના જીવનમાં પુરા નથી કરી શક્યા. તે તેમના બાળકો પુરા કરે. બધા માતા પિતા ઈચ્છે છે કે જે તેમની આશા છે તે તેમના બાળકો પૂર્ણ કરે અને તેમના સપના પુરા કરવા માટે શક્ય તેટલા પ્રયાસ કરશે.

ડીસીપી એ આર ઉમામહેશ્વરા સરમા માટે ખૂબજ ગૌરવની વાત છે કે તેમની પુત્રી સિંધુ સરમા તેમની ઉપરી અધિકારી છે અને તે ખરેખર તેમની દીકરીને સલામ કરે છે. તે 30 વર્ષથી પોલીસ દળમાં સેવા આપી રહ્યા છે જ્યારે તેમની પુત્રી ત્રણ વર્ષ પહેલા જ પોલીસમાં જોડાઇ છે.

ઉમામહેશ્વરા સરમા આવતા વર્ષે નિવૃત્ત થઈ રહ્યા છે અને હાલમાં તે હૈદરાબાદમાં રાચકોંડા વિસ્તારમાં ડીસીપી પોલીસ કમિશનર હેઠળ કામગીરી તરીકે ફરજ બજાવી રહ્યા છે જ્યારે તેમની દીકરી સિંધુ 2014 બેચના IPS અધિકારી છે.

હૈદરાબાદ નજીક કોંગારા કાલન ખાતે તેલંગાણા રાષ્ટ્ર સમિતિની બેઠકમાં ફરજ બજાવતી વખતે બંને એકબીજા સાથે રૂબરૂ થયા હતા. આ પહેલી વાર હતું કે જ્યારે પિતા પુત્રી ફરજ એકસાથે બજાવી રહ્યા હતા.

પિતા એ જણાવ્યું કે હું મારી દીકરીને સલામ કરીને ખુબજ ગર્વ મહેસુસ કરી રહ્યો કે મારી દીકરી મારી ઉપરી અધિકારી છે. જ્યારે હું તેને જોઉં છું, ત્યારે હું તેને સલામ કરું છું. અમે અમારી સંબંધિત ફરજો કરીએ છીએ અને આ વિશે ચર્ચા કરતા નથી, પરંતુ ઘરે અમે સામાન્ય પિતા-પુત્રીની જેમ રહીએ છીએ.હું ખૂબ ખુશ ભાગ્યશારી છું. કે અમને બંનેને સાથે કામ કરવાની તક મરી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!