મારી જવાન દીકરીનું ધ્યાન રાખવા માટે મારે સવારના ૫ વાગ્યા સુધી જાગવું પડે છે.

આપણે જાણીએ છીએ તેવી જ રીતે જે માણસ દુનિયામાં જન્મ લે છે તેને કેટલીક મુસીબતોનો સામનો કરવો પડે છે, કેટલાક લોકો જેથી બહુ મોટી તકલીફોનો સામનો કરતા હોય છે. આવી સ્થિતિમાં લોકોને પોતાનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ પડી જતું હોય છે અને બે ટાઇમનો રોટલો પણ નથી ખાઈ શકતા.

તેવી જ, રીતે અમદાવાદમાં આ મારવાડી પરિવાર ઘણા વર્ષોથી રોડ ઉપર રહીને તેમનું ગુજરાન ચલાવી રહ્યા છે. આ પરિવારની જોડે કામ કરવા માટે છે અને રહેવાની માટે ઘર નથી તેથી રોડ ઉપર રહીને તેઓનું ગુજરાન ચલાવે છે.

આ પરિવારના મોભીનું નામ રાજુભાઈ મારવાડી છે તેઓ તેમના પત્ની અને તેમની એક દીકરી સાથે રહે છે. તેઓ અમદાવાદમાં પહેલા ગમે તે ગલીઓમાં રહેતા હતા તો તેમને મ્યુનિસિપાલિટી વાળા તેમનો સામાન લઇ જતા હતા અને તેમને ત્યાંથી કાઢી મુકતા હતા. રાજુ ભાઈનું એવું કહેવું છે કે, હાલમાં ઉપર આભ અને નીચે ધરતી રહેવા માટે છે.

હાલમાં દિવસો કાઢવાની માટે તેઓ માસ્ક, કટલરી, છત્રી, વાઈપર વેચે છે. જેવી સીઝન હોય તેનું વેચાણ કરે છે અને અમારું ગુજરાન ચલાવીએ છીએ. રાજુભાઈના પત્નીનું એવું કહેવું છે કે અમને રોડ ઉપર રહેવાથી અમારી જવાન દીકરીને સાચવવાનું ઘણું મુશ્કેલ પડે છે.

રાજુ ભાઈ પણ તેમની દીકરી અને તેમની પત્નીની દેખરેખ માટે સવારે કલાક કે બે કલાક જ ઊંઘે છે આખી રાત આ બંનેનું ધ્યાન રાખે છે. તેઓ વાગે ઉઠે એટલે હું થોડી વાર સુઈ જવું છું. રાજુભાઈ એવું કહે છે કે, કેટલાક લોકો જમવાનું આપે છે, કપડાઓ પણ આપે છે, વાસણો પણ આપે છે કોઈ ઓટલો થોડો આપે.

error: Content is protected !!