પોતાના પિતા માટે ઓક્સિજનની ભીખ માંગતી દીકરીની વ્યથા જાણી રડી પડશો. સરકાર શું કરી રહી છે ?
આખા દેશમાં કોરોનાની મહામારી ચાલી રહી છે.દિવસેને દિવસે હજારોની સંખ્યામાં કેસો સામે આવી રહ્યા છે.અત્યારે એવી પરિસ્થિતિ સર્જાઈ છે કે કોરોનના કારણે નહી પણ હોસ્પિટલોમાં પડતી મુશ્કેલીના કારણે લોકોને વધુ તકલીફ પડી રહી છે.
કોરોનાની આવી પરિસ્થિતિમાં હોસ્પિટલોમાં ઓક્સિજનની અછત વર્તાઈ રહી છે.હોસ્પિટલની આવી વ્યવસ્થાને કારણે હજારો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
દરેક રાજ્યની હોસ્પિટલમાં અત્યારે ઓક્સિજનની અછત સર્જાઈ રહી છે.ક્રિકેટર મનોજ તિવારીએ તેમના સોસીયલ મીડિયા પર એક વિડીયો પોસ્ટ કર્યો હતો અને નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું.
આ વીડિયોમાં એક છોકરી હોસ્પિટલની અવ્યવસ્થ જણાવતા રડતા રડતા કહી રહી છે કે મારા પિતાને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે અને ઓક્સિજન પૂરો થઇ રહ્યોછે માટે હોસ્પિટલ વાળા મને કહી રહ્યા છે ઓક્સિજનની વ્યવસ્થા કરો નહી તો તમારા પિતાને ઘરે લઇ જાઓ.
હું ઓક્સિજન માટે અહીં થી ત્યાં દોડી રહી છુ અને આ છોકરી કહી રહી છે કે સરકાર શું કરી રહી છે આવડી મોટી હોસ્પિટલ વાળા શું કરી રહ્યા છે.ઓક્સિજનોં સપ્લાય કેમ નથી કરી રહી.હાલ સોસીયલ મીડિયા પર આ વિડીયો ખુબજ વાઇરલ થઇ રહ્યો છે.
હાલ દેશના અલગ અલગ વિસ્તારો માંથી આવી ઘટનાઓ બહાર આવી રહી છે.ત્યારે સરકારની કામગીરી પર ખુબ સવાલો ઉઠી રહ્યા છે.ક્રિકેટર મનોજ તિવારી એ કહ્યું કે લોકોને ઓક્સિજન માટે પણ ભીખ મંગાવી પડે છે નરેન્દ્ર મોદી તમને શરમ આવવી જોઈએ.