જામનગરની સિવિલ હોસ્પિટલમાં આ લોકો ફરિશ્તા બનીને દર્દીઓની તેમના પરિવારની જેમ સેવા કરી રહ્યા છે…
આપણા દેશમાં કોરોનાએ માથું ઊંચક્યું છે, તેની વચ્ચે લોકો હાલની આવી સ્થિતિમાં ઘણા પરેશાન થઇ રહ્યા છે, કેમ કે તેમને જરૂરી સુવિધાઓનો અભાવ થઇ રહ્યો છે. હોસ્પિટલો પણ ઉભરાઈ ગઈ છે તેની સાથે સાથે લોકો પ્રાણ વાયુ એવા ઓક્સિજનની અછત સર્જાઈ રહી છે.
તેની વચ્ચે હાલ જામનગરની જે જી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયેલા દર્દીઓના સગાઓને ઘણી ચિંતા થતી હોય છે કે તેમના દર્દીની બરાબર રીતે સારવાર થઇ રહી છે કે કેમ અને તેમની તબિયત કેવી છે. તેની વચ્ચે અખિલ ભારતીય વિધાર્થી પરિષદના મેડિકલ મેમ્બર દ્વારા કોરોનાના આવા મુશ્કેલ સમયમાં દર્દીઓનું ધ્યાન બિલકુલ ઘરના સભ્યોની જેમ જ રાખવામાં આવી રહ્યું છે.
દર્દીઓની મેડિકલ જરૂરિયાતો, તેમના પરિવારના સભ્યોની સાથે મોબાઈલ પર વિડિઓ કોલ કરીને વાત કરાવવી, જે લોકો વેન્ટેલિટર અને ઓક્સિજન પર છે તેઓને ખવડાવવું આવી તમામ પ્રકારની માનવીય સેવાનું કામ હાલમાં આ લોકો કરી રહ્યા છે. આ લોકો નિસ્વાર્થ ભાવે સેવા કરવાની માટે આગળ આવ્યા છે. તેઓ આ કામ કરીને દર્દીઓના સગાઓને રાહત પુરી પડી રહ્યા છે.
આવા કપળા સમયમાં કેટલીક સામાજિક સંસ્થાઓ સહીત કેટલાક યુવાન જૂથો પણ હોસ્પિટલમાં દાખલ અને ઘરે સારવાર લઇ રહેલા કોરોનાના દર્દીઓની મદદે આગળ આવીને નિસ્વાર્થ ભાવે સેવા કરી રહ્યા છે.